Western Times News

Gujarati News

કેટરિના-વિકીના લગ્નમાં મહેમાનો કચોરી, પકોડીનો સ્વાદ માણશે

મુંબઈ, બોલિવૂડ એક્ટર કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નનું ફંક્શન સાત ડિસેમ્બરથી શરુ થશે અને નવમી ડિસેમ્બરના રોજ આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ જશે. વિકી-કેટરિના હવે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની હોટેલ સિક્સ સેંસ કોર્ટ બરવાડા પહોંચ્યા છે. ત્યારે વિકી-કેટરિનાના લગ્નમાં સામેલ થનારા મહેમાનો પણ રાજસ્થાન પહોંચી રહ્યા છે.

અહીં નોંધનીય છે કે કેટરિના-વિકીના લગ્નમાં માત્ર ૧૨૦ મહેમાનોને આમંત્રણ છે અને તેમાં કેટલાંક બોલિવૂડ સેલેબ્સ પણ હાજરી આપશે. કેટરિના-વિકીના લગ્નમાં બધું જ ભવ્ય છે તો પછી જમવાની પણ ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, કેટરિના-વિકીના લગ્નમાં જમવાના મેનુમાં કચોરીઓનો લાઈવ સ્ટોલ, દહીં ભલ્લા અને ફ્યુઝન ચાટની સાથે-સાથે પાન તેમજ પકોડીના અલગ-અલગ સ્ટોલ સામેલ છે.

દાળ બાટી ચૂરમા જેવા પારંપરિક રાજસ્થાની ફૂડની સાથે-સાથે કબાબ અને માછલીની થાળી જેવી નોર્થ ઈન્ડિયન આઈટમ્સ પણ પીરસવામાં આવશે. કેટરિના-વિકીના લગ્નમાં એક ભવ્ય બ્લુ અને વ્હાઈટ ટિયર ટિફની વેડિંગ કેક હશે જે ખાસ ઈટાલીના શેફ સાથે તૈયાર કરવામાં આવશે.

કેટરિના-વિકીના લગ્નના કાર્યક્રમમાં મંગળવારે મહેંદી કાર્યક્રમ પછી બુધવારે સંગીત સેરેમની હશે અને ૯ ડિસેમ્બર એટલે કે ગુરુવારે તેઓ લગ્ન કરશે. કેટરિના-વિકી ૧૦ ડિસેમ્બરે એક રિસેપ્શનનું આયોજન કરી શકે છે. અમારા સહયોગી ‘ઈટાઈમ્સ’ના એક નજીકના સૂત્રના જણાવ્યા મુજબ, કેટરિના-વિકીના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહેશે.

આ ગ્લેમરસ ડેસ્ટિનેશન વેડિંગ બાદ કેટરિના-વિકી મુંબઈના જુહૂ સ્થિત પોતાના નવા ઘરમાં રહેવા જશે. કેટરિના કૈફ અને વિકી કૌશલના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થાય તે પહેલા તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે. તેમની સામે ફરિયાદ થઈ છે.

રાજસ્થાનના વકીલ નૈત્રબિંદ સિંહ જાદૌને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સમક્ષ ફરિયાદ નોંધાવી છે. વાત એમ છે કે, કેટરિના અને વિકીના લગ્ન જ્યાં થવા થઈ રહ્યા છે તે સવાઈ માધોપુરના ચોથ કા બરવાડામાં છે. અહીંયા જ પ્રસિદ્ધ ચૌથ માતાનું મંદિર છે.

કેટરિના અને વિકીના લગ્નના પગલે મંદિર તરફ જતો રસ્તો ૬થી ૧૨ ડિસેમ્બર સુધી બંધ કરી દેવાયો છે અને તેના કારણે જ કપલ સામે ફરિયાદ થઈ છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, માત્ર કેટરિના કૈફ અને વિકી કૌશલ સામે જ નહીં પરંતુ, લગ્નસ્થળ સિક્સ સેન્સ ફોર્ટ બરવાડાના મેનેજર તેમજ જિલ્લા કલેક્ટર સામે પણ ફરિયાદ થઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.