અભિનેત્રી વિદ્યા ઇન્દિરા ગાંધીનો રોલ અદા કરશે
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલને કહ્યું કે, તે દેશની એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પર બની રહેલી વેબ સીરિઝમાં કામ કરવા જઇ રહી છે. વિદ્યા ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ એન્ડ મોસન કંટેન ગ્રુપની પહેલ પર ક્રિટિક્સ ચોઇસ ફિલ્મ એવોર્ડનાં પહેલી સિરીઝનાં નામોની જાહેરાત સમયે મીડિયા સાથે વાત કરી રહી હતી. સોર્સિસની માનીયે તો, વેબ સીરીઝનું પ્રોડક્શન તેનાં પતિ સિદ્ધાર્થ રોય કપૂર કરશે. વિદ્યાએ કહ્યું કે, હું ઇન્દિરા ગાંધીનાં જીવન પર બની રહેલી વેબ સીરીઝમાં કામની તક મેળવવાનો પ્રયાસ કરી રહી છું.
અત્યારે તો મારા પ્રયાસ ચાલું છે. તેણે ઉમેર્યુ કે, હું મહેસૂસ કરી રહી છું કે, કોઇ વેબ સીરીઝમાં જોડાવવા માટે ઘણું કામ કરવું પડે છે. એક ફિલ્મની સરખામણીએ વેબ સીરીઝમાં કામ વધુ હોય છે. આ સમયે ઘણાં લોકો સાથે કનેક્ટ થવું પડે છે. તેથી તેમાં સમય વધુ લાગે છે. આપને જણાવી દઇએ કે, આ પહેલાં સમાચાર હતાં કે, વિદ્યા બાલન તમિલ નાડૂનાં પૂર્વ સીએમ જયલલિતા પર બની રહેલી બાયોપિકમાં જયલલિતાનો રોલ અદા કરશે. પણ વિદ્યા બાલને આ ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
જે બાદ જય લલિતાની બાયોપિકમાં કંગના રનૌટ નજર આવી હતી. વિદ્યા બાલનનાં ઇન્કાર પાછળ ઇન્દિરા ગાંધીની બાયોપિક હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં અત્યાર સુધી આ મામલે વિદ્યા બાલન તરફથી કોઇ જ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી. જોકે સોર્સિસની માનીયે તો એ વાત ફિક્સ છે કે વિદ્યા બાલન ઇન્દિરા ગાંધીની બાયોપિકમાં નજર આવવાની છે.