Western Times News

Gujarati News

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સમિષાને ચમત્કાર ગણાવી

મુંબઈ: ભારતમાં દર વર્ષે સપ્ટેમ્બરના ચોથા રવિવારે ડોટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ૨૦૨૦માં જ શિલ્પા શેટ્ટીની દીકરી સમિષાનો જન્મ થયો છે. ત્યારે દીકરીનો પહેલો ડોટર્સ ડે ખાસ બનાવવા માટે શિલ્પા છેલ્લા એક અઠવાડિયાથી સેલિબ્રેટ કરી રહી છે. જેની તસવીરો શિલ્પાએ શેર કરી હતી. આજે શિલ્પાએ દીકરી સાથેની તસવીર શેર કરીને ખાસ મેસેજ લખ્યો છે. દીકરીને હાથમાં ઊંચકેલી તસવીર શેર કરતાં શિલ્પાએ લખ્યું, કોણ કહે છે કે ચમત્કાર નથી થતાં થાય છે, એક મારા હાથમાં છે.

જીવન એક ચમત્કાર જ છે ને. આજે ખુશીનો દિવસ છે કે સમિષાને હાથમાં પકડીને ડોટર્સ ડે સેલિબ્રેટ કરી રહી છું. જો કે, મારે આ સેલિબ્રેટ કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી. ઈશ્વર અને બ્રહ્માંડનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. તેમણે મારી અને ખાસ કરીને વિઆનની પ્રાર્થનાઓ સાંભળી અને આટલી સુંદર રીતે તેને સાકાર કરી. આજના દિવસે પોતાની દીકરીઓને ભેટવાનું ભૂલશો નહીં. શિલ્પાએ આ પહેલા એક વિડીયો શેર કર્યો હતો, જેમાં બ્રાઉની બનાવી હતી.

આ વિડીયો શેર કરતાં શિલ્પાએ લખ્યું હતું, ભાઈ-બહેનનું બોન્ડિંગ ખૂબ સ્પેશિયલ હોય છે. જ્યારથી વિઆનને ખબર પડી છે કે ૨૭ તારીખે ડોટર્સ ડે ત્યારથી તે ઉત્સાહિત છે અને તે આખું અઠવાડિયું આની ઉજવણી કરવા માગે છે. આ ગ્લુટેન ફ્રી ચોકલેટ બ્રાઉની આ જ સેલિબ્રેશનનો ભાગ છે. વર્કફ્રંટની વાત કરીએ તો, શિલ્પા એક્ટર અભિમન્યુ દાસાની સાથે ફિલ્મ નિકમ્મામાં જોવા મળશે. આ સિવાય પરેશ રાવલ સાથે હંગામા ૨’માં જોવા મળશે.

શિલ્પા શેટ્ટી ઉપરાંત અજય દેવગણે પણ દીકરી ન્યાસાના તસવીર શેર કરીને ડોટર્સ ડેની શુભેચ્છા આપી છે. અજયે ન્યાસાની તસવીર શેર કરીને લખ્યું, મારી દીકરી ન્યાસા, ઘણી વસ્તુઓ છે. તે મારે સૌથી મોટી ક્રિટિક, મારી નબળાઈ અને મારી તાકાત છે. ન્યાસા મોટી થઈ રહી છે પરંતુ કાજોલ અને મારા માટે તે હંમેશા અમારી નાનકડી દીકરી રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ ન્યાસા સિંગાપોરમાં છે. તેની કોલેજ શરૂ થઈ જતાં કાજોલ સાથે સિંગાપોર ગઈ છે.

કાજોલ અને અજય નહોતા ઈચ્છતા કે તેમની દીકરીનો અભ્યાસ બગડે માટે આ મહામારીમાં કાજોલ દીકરી સાથે સિંગાપોરમાં છે. આ સિવાય કુણાલ ખેમૂએ પણ દીકરી ઈનાયા સાથેની તસવીર શેર કરી છે. નાનકડી ઈનાયા પપ્પાના ખોળામાં બેઠેલી છે. આ તસીવર શેર કરતાં કુણાલે લખ્યું, જ્યારે દુનિયા તમારી બાજુઓમાં સમાઈ જાય અને તમે જિંદગીને ગળે લગાવી શકો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.