અમદાવાદના પૂર્વના વિસ્તારોમાં ડીસ્કો રસ્તાઓથી નાગરીકો પરેશાન
(પ્રતિનિધિ) અમદાવાદ,: અમદાવાદમાં પ્રતિ વર્ષ ચોમાસામાં મેઘરાજાની પધરામણી થાય ત્યારે ટ્રાફિક જામ અને રસ્તાઓ તૂટી જવા આ બે સમસ્યાઓ સર્જાય છે. છેલ્લા કેટલાંક સમયથી ભૂવા પડવાની સંખ્યા વધી રહી છે. રસ્તાઓ તૂટતા ખાડા પડી જાય છે. આ ડીસ્કો રસ્તાઓ પરથી નાગરીકોને કામકાજના સ્થળે આવવા-જવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. એક તરફ વરસાદી પાણી અને ખાડા આ બંન્ને વચ્ચેથી જાેખમ ખડીને લોકોને જવ પડે છે.
પૂર્વના પટ્ટામાં ઓઢવ, નિકોલ, ગોમતીપુર, બાપુનગર, વસ્ત્રાલ સહિતના વિસ્તારો ખાડાનગરી બની ગયા છે. વરસાદમાં અહીંના રસ્તાઓ તૂટી ગયા છે. પ્રજા પરેશાન છે. સ્થાનિક નાગરીકો તરફથી અવારનવાર ફરીયાદ કરવામાં આવે છે. પરંતુ કોઈ ઉકેલ આવતો નથી.ં
અહીયાથી નાગરીકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. વસ્ત્રાલમાં આરપીએફ કેમ્પ પાસે આવેલા રીંગ રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. વરસાદને લીધે રસ્તા ધોવાઈ ગયા છે. વાહનચાલકોને આવવા-જવામાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે. રોડ બનાવવામાં આવે છે પરંતુ એક જ વરસાદમાં ડામરની ઉપરના ભાગતળ નીકળી જાય છે. જેને કારણે થોડા સમયમાં જ ખાડા પડી જાય છે. રસ્તાઓ ઉપર ડામરનું લેયર યોગ્ય રીતે અને ગુણવતાવાળુ નહી થતુ હોવાને કારણે ખાડાઓ પડી જાય છે એવ અનુમાન નાગરીકો લગાવી રહ્યા છે.