અમદાવાદમાં મતદાર જાગૃતિ સંદર્ભે પોસ્ટર્સ મેકિંગ સ્પર્ધા અને મતદાન શપથના કાર્યક્રમ યોજાયા
અમદાવાદ જિલ્લામાં મતદારોમાં જાગૃતિ સંદર્ભે પોસ્ટર્સ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં NSSના સ્વંયસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકોએ વોટ ફોર ઈન્ડિયાની થીમ પર સુંદરનું સર્જન કર્યું હતુ.
આ ઉપરાંત શહેરના રાયખડ વિસ્તારમાં આવેલી પી.આર.ટ્રેનીંગ કોલેજમાં મતદાન શપથનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ભારતીય લોકશાહીને મજબૂત બનાવવા માટેના શપથ લીધા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ સંદર્ભે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.