Western Times News

Gujarati News

વંથલી તાલુકાના સાંતલપુરધારના બુટલેગરને પાસા હેઠળ સેન્ટ્રલ જેલ અમદાવાદ ધકેલાયો

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર ,જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમશેટી ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જે અંતગર્ત  જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ ના આધારે વંથલી પોલીસ સ્ટેશન ના પીએસઆઇ બી.કે.ચાવડા અને સ્ટાફે વંથલી તાલુકાના સાંતલપુર ધાર ( લાયન્સ નગર)ના બુટલેગર ભરત હમીરભાઇ કોડીયાતર ને પાસા અંતર્ગત અટકાયત કરી અમદાવાદ  સેન્ટ્રલ જેલ હવાલે કરેલ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.