અમદાવાદમાં વહેલી સવારથી જ માસ્ક વગર ફરતાં નાગરિકો દંડાયા
અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં પોલીસની કાર્યવાહી ઃ શહેરમાં ર૧ નાગરિકો પાસેથી દંડ વસુલાયો
અમદાવાદ, સમગ્ર દેશમાં કોરોના વાઈરસને કારણે ભય ફેલાયો છે. આ વાઈરસને પગલે હવે મોટી સંખ્યામાં રોગચાળો ફેલાવાની વકી ઉભી થઈ છે. કેટલાક વિસ્તારોમાંથી લોકલ ટ્રાન્સમિશનનાં કેસ પણ આવવાનાં શરૂ થયાં છે. જેમાં કેટલાક દર્દીઓમાં કોરોનાના લક્ષણ પણ ન દેખાતાં ચિંતાનો વિષય બન્યો છે. આ મહામારીને કાબૂમાં કરવા હવે ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગર પોલિકાએ આજ સવારથી જ ચહેરા ઉપર માસ્ક ફરજીયાત કર્યુ છે. અને માસ્ક વગર પકડાયેલા નાગરિકો પાસેથી દંડ ન ભરે તો ત્રણ વર્ષની જેલ માટેની જાહેરાત કરી છે.
આજે સવારથી આ કાયદાનો અમલ કરાવવા માટે પોલીસ જવાનો તૈનાત થઈ ગયા છે. અને કેટલાંક નાગરિકોને દંડ કરવામાં આવ્યો છે. જ્યારે કેટલાક નાગરિકોને પોલીસે રોકતાં તેમની સાથે જ માસ્ક પહેરવાનો પ્રયત્ન કર્યો હતો. સવારે છ વાગ્યાથી અમલમાં આવેલાં કાયદાને પરિણામે કેટલાંય સ્થળે અજીબોગરીબ દ્રશ્યો જાવા મળ્યા હતા. આજે બપોર સુધીમાં માસ્ક નહીં પહેરનાર ર૧ નાગરિકો પાસેથી દંડ વસુલવામાં આવ્યા છે.
રાજ્યની ચારેય મહા નગરપાલિકામાંના કમિશ્નરોએ ગઈકાલે ફરજીયાત માસ્ક પહેરવાના કાયદાની જાહેરાત કરી હતી. જેની અમલવારી આજથી શરૂ થઈ છે. વહેલી સવારથી જ શહેર પોલીસ દ્વારા માસ્ક વગર જ રસ્તે નીકળી પડેલાં નાગરિકોને રોકવામાં આવ્યા હતા અને તેમનાં વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ પોલીસનું સધન ચેકીંગ જાઈને દુરથી કેટલાંક વાહન ચાલકો પાછાં વળી ગયા હતા. જ્યારે કેટલાકને પોલીસે. અટકાવતાં તેમણે પોલીસની સામે જ માસ્ક લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. મહામારીને રોકવા સજ્જ પોલીસે રોકેલાં કેટલાંક નાગરિકોએ અજીબોગરીબ કારણો પણ આપ્યા હતા. જા કે તમામ બહાનાઓને અગવણીને પોલીસે સધન કાર્યવાહી કરીને દંડ વસુલ કર્યો હતો. કેટલીક જગ્યાએ નાગરિકો પોલીસ સાથે માથાકુટ કરતાં પણ નજરે પડ્યાં હતા.
અત્રે નોંધનીય છે કે મ્યુનિસિપલ કમિશ્નરે માસ્ક પહેરવા તથા માસ્ક ન હોય તો સ્વચ્છ રૂમાલ કે કપડું બાંધવા જણાવ્યું છે. આ આદેશનો ઉલ્લંઘન કરવામાં આવતા પ્રથમ વખત ૧૦૦૦ રૂપિયાનો બાદમા પ૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવાની જાહેરાત કરી છે. જા કોઈ નાગરિક દંડ ભરવામાં આનાકાની કરે અથવા નહીં ભરી શકે તો તેની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરીને કાર્યવાહી કરવામાં આવશે. જે અંતર્ગત ત્રણ વર્ષની સાદી સજાની જાગવાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય પોલીસ વડા પણ પોલીસ જવાન સાથે ગેર વર્તણૂંક કરતાં શખ્સો વિરૂધ્ધ કડક વલણ અપનાવતાં પાસાં કરવા સુધીની જાહેરાત કરી ચૂક્યા છે.