Western Times News

Gujarati News

મહિલાનાં પેટમાંથી ૪૭ કિલોની ગાંઠ કાઢવામાં આવી: અમદાવાદમાં સફળ સર્જરી

અમદાવાદ, શહેરની પ્રાઇવેટ હોસ્પિટલના ડોકટરોની ટીમે ૪ કલાકની સર્જરી બાદ એક સફળ ઓપરેશનને અંજામ આપ્યું છે. ૫૬ વર્ષીય એક મહિલાના પેટમાંથી કોળા જેટલી મોટી ગાંઠ કાઢવાની સફળ સર્જરી કરવામાં આવી છે. આ ગાંઠનું વજન ૪૭ કિલો હતું. ઓપરેશનમાં મહિલાનાં શરીરમાંથી લગભગ ૭ કિલો ચરબી પણ દૂર કરવામાં આવી છે. આ સાથે જ સર્જરી બાદ મહિલાનું વજન ૪૯ કિલો થયું છે.

ગાંઠને લીધે કિડની, હૃદય અને ફેફસાં પર દબાણ આવતું હતું. જેથીઆ સર્જરી ઘણી જ જટીલ બની ગઇ હતી. જાે નાની અમથી ચૂક થાય તો વધુ રક્તસ્ત્રાવ થતાં ઓપરેશન ટેબલ પર મહિલાનું મોત થવાની શક્યતા હતી. આ સમગ્ર દેશમાં સૌથી મોટી નોન ઓવેરિયન ટ્યુમર હોવાનો ડોકટર્સનો દાવો છે. પીડિત મહિલાની વાત કરીએ તો, તે દાહોદની રહેવાસી છે.

તેમનાં પુત્રનું જણાવે છે કે, મારી માતાને ૨૦૦૪ થી પેટમાં ગાંઠ હતી. ૨૦૦૫માં ગોધરામાં સર્જરી કરાવાઈ હતી પરંતુ ગાંઠ શરીરના અંગો સાથે જાેડાયેલી હોવાથી મોત થવાની શક્યતા હોવાનું જણાવીને સર્જરી પૂર્ણ થઇ ન હતી. ત્યારથી અત્યાર સુધી મારી માતાને પેટમાં કોઇ દુખાવો ન હતો, પણ વજન સતત વધતા પથારીવશ હતા.

ઇન્ટરનેટ પર સર્ચ કરીને દિલ્હીની એક હોસ્પિટલના સર્જનનો સંપર્ક કરતા તેમણે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં જવાનું સૂચન કરતાં અમે આ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ટ્યુમર મોટું હોવાથી સર્જરી જાેખમી હતી પણ ડોક્ટરોની ટીમે ચાર કલાકની સફળ સર્જરી કરતાં મારી માતા સ્વસ્થ થઇ છે. ૪૭ કિલોના મોટા ટ્યુમરને લીધે મહિલા સીટી સ્કેન મશીનમાં જઇ શકે તેમ ન હોવાથી સીટી સ્કેન મશીનમાં ટેકનિકલ ચેન્જીસ કરીને મહિલાને અન્ય દર્દી કરતાં અલગ પોઝિશન આપીને સ્પેશ્યિલ સિટી સ્કેન કર્યો હતો.

મહિલા ૧૮ વર્ષથી પીડા વેઠતી હતી- જવલ્લે જાેવા મળતું ૪૭ કિલોનું સૌથી મોટું ટ્યુમર છે. મહિલાને ૧૮ વર્ષથી ગાંઠ હતી, જે ધીમે ધીમે વધી હતી. ગાંઠ વધી જતાં મહિલા હાલી-ચાલી શકતા ન હતા, જેથી મહિલાને સર્જરી પહેલા ૭ દિવસ દાખલ કરીને સીટી સ્કેન સહિતના ટેસ્ટ કર્યા હતા, ટ્યમુર એટલું કઠણ હતું કે, બાયોપ્સી માટેની નીડલ પણ વળી ગઇ હતી, પણ કેન્સરનું ટ્યુમર ન હોવાનું નિદાન થતાં ૨૭ જાન્યુઆરીએ સફળ સર્જરી બાદ બ્લડપ્રેશર અને શ્વાસોશ્વાસ કંટ્રોલ કરવા આઇસીયુમાં રાખ્યા બાદ હવે મહિલા સ્વસ્થ થઇ છે.

ડો. ચિરાગ દેસાઇ- ગેસ્ટ્રો, ઓન્કો અને લિવર સર્જન સર્જરી ટેબલ પર જ મૃત્યુનું જાેખમ હતું- કોળા કરતાં પણ મોટી સાઈઝની ગાંઠને લીધે મહિલા હલનચલન પણ કરી શકતી ન હતી. લાંબા સમયથી મહિલાને સંપૂર્ણપણે પથારીવશ રહેવું પડતું હતું. મહિલાના મૂળ વજન કરતાં પણ ગાંઠ અને ચરબીનું વજન લગભગ બમણું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.