અમદાવાદમાં BRTS બાઉન્સરોના હવાલે
અમદાવાદ, બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ છે પણ અનેક લોકો બેફામ રીતે આ કોરિડોરમાં ગાડી ચલાવી રહ્યાં છે. પોલીસ ખાનગી વાહન ચાલકોને દંડી રહી છે પણ મ્યુનિ. અને પોલીસ બીઆરટીએસના કોરિડોરમાં દોડતા વાહન ચાલકો સામે આકરા પગલાં ભરતા ન હોવાથી દિવસેને દિવસે આ ત્રાસ વધી રહ્યો છે.
સુરતના બી.આર.ટી.એસ. કોરિડોરમાં ખાનગી વાહનો ચલાવવા પર પ્રતિબંધ પોલીસ કમિશ્નરે જાહેર કર્યો છે તેમ છતા તેનું પાલન નથી કરાઇ રહ્યું છે. જોકે, અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનોને રોકવા હવે બાઉન્સરોની નિમણુક કરાઈ છે. અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં સુરક્ષા માટે બાઉન્સરો તૈનાત કરાયા છે. હવે ટ્રાફિક પોલીસની સાથે જ હવે બાઉન્સરો પણ જોવા મળી રહ્યા છે. બાઉન્સરો વાહનોને રોકી રહ્યા છે.