Western Times News

Gujarati News

સિંચાઈ ગોટાળામાં અજિત પવારને ક્લિનચીટ? ACBએ કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: અજીત પવારના ઉપમુખ્યમંત્રી બન્યાના બે દિવસ બાદ જ 70 હજાર કરોડ રૂપિયાના સિંચાઇ કૌભાંડથી જોડાયેલા નવ મામલાઓની ફાઇલ બંધ કરી દેવામાં આવી છે. આ કૌભાંડ વિદર્ભ વિસ્તારમાં થયું હતું અને મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યૂરો તેની તપાસ કરી રહ્યું હતું. જોકે આ સ્પષ્ટ નથી કે બંધ કરાયેલા નવ મામલાઓમાં અજીત આરોપી હતા કે નહીં. ન્યૂઝ એજન્સી એએનઆઇએ એસીબીના સૂત્રોના દાવાથી કહ્યું કે સોશિયલ મીડિયામાં જે પત્ર વાયરલ થયો છે તેમાં અમુક મામલાઓનો ઉલ્લેખ છે. જો કે તે મામલા અજીત સાથે જોડાયેલા નથી. એવું પણ કહેવાયું છે કે શરતો સાથે આ મામલા બંધ કરવામાં આવ્યા છે. મતલબ કે કોઇ નવી જાણકારી આવવા પર તેમને ફરી ખોલી શકાય છે.

એસીબીના સૂત્રો પ્રમાણે માત્ર 9 ટેન્ડરના કેસમાં અજીત પવારને રાહમ મળી છે અને કોઇ સાક્ષી ન મળતા તેને બંધ કરવામાં આવ્યા છે. ટેક્નિકલ રીતે હજુ 3000 ટેન્ડર તપાસના દાયરામાં છે અને તેમાં અજીત પવારને રાહત મળી નથી. આ મામલો એ સમયનો છે જ્યારે રાજ્યમાં કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર હતી. 1999 અને 2014 વચ્ચે અજીત પવાર સરકારમાં અલગ અલગ પ્રસંગે સિંચાઇ મંત્રી હતા. આર્થિક સર્વેક્ષણમાં એ વાત સામે આવી હતી કે એક દાયકામાં સિંચાઇની અલગ અલગ યોજનાઓ પર 70 હજાર કરોડ રૂપિયા ખર્ચ થવા છતા રાજ્યમાં સિંચાઇ ક્ષેત્રનો વિસ્તારનો માત્ર 0.1 ટકા થયો હતો. નિયમોને નેવે મુકીને આ યોજનાઓની કામગીરી અમુક પસંદગીના લોકોને આપવામાં આવી હતી.

આ મામલામાં 3000 ટેન્ડરની તપાસ થઇ હતી. સિંચાઇ વિભાગના એક પૂર્વ એન્જિનિઅરે પત્ર લખીને આરોપ લગાવ્યા હતા કે નેતાઓના દબાણમાં ઘણા એવા ડેમ બનાવવામાં આવ્યા છે જેની જરૂરિયાત પણ નથી. એ પણ લખ્યું કે ઘણા ડેમ કમજોર બનાવવામાં આવ્યા છે. 2014માં મહારાષ્ટ્રમાં સત્તામાં આવ્યા પહેલા ચૂંટણી પ્રચારમાં ભાજપે સિંચાઇ ગોટાળાને એક મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.