અમદાવાદ કોર્પોરેશન પ્રવાસી મજૂરોને મકાનો ભાડે આપશે
હયાત આવાસોને ટેન્ડર દ્વારા પીપીપી મોડેલથી ખાનગી એજન્સીને અપાશે – બે પદ્ધતિથી યોજના અમલમાં આવશે
અમદાવાદ, કોરોના વાયરસ અંતર્ગત પ્રવાસી મજૂરો માટે સૌથી મોટા સમાચાર છે. શ્રમિકોનું સ્થળાંતર રોકવા માટે કેન્દ્ર સરકારની મહત્વની યોજના જાહેર કરી છે. ખાલી પડેલા સરકારી આવાસોનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરાશે. અફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષ સ્કીમ હેઠળ આપવામાં લાભ અપાશે.
કેન્દ્ર સરકારે AMCને આ યોજનાની વિસ્તૃત ગાઇડલાઈન આપી છે. જુદી જુદી ૨ પદ્ધતિથી અમલમાં યોજના આવશે. હયાત આવાસોને ટેન્ડર દ્વારા પીપીપી મોડેલથી ખાનગી એજન્સીને અપાશે. ખાનગી એજન્સી પોતાની જમીન ઉપર નવા આવાસો ઉભા કરીને ભાડે આપી શકશે. પ્રવાસી શ્રમિકોને કામના સ્થળે જ મળે તે માટે આયોજન પર ભાર મુકાયો છે. ગણતરીમાં દિવસમાં રાજ્ય સરકાર ભાડાની રકમ અંગે જાહેરાત કરશે.
AMC એડી સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે શહેરમાં પ્રવાસી મજૂરો જે શહેરમાં અલગ અલગ ઉધોગિત એકમમાં કામ કરે છે. આવા મંજૂરો માટે કેન્દ્ર સરકાર દ્વારા અફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષ સ્ક્રિમ મુકવામા આવી છે. જો અંગેની ગાઇડ લાઇન એએમસીને પણ અપાઇ છે. આ અંતર્ગત હવે એએમસી દ્વારા બનાવેલ જૂદી જૂદી આવાસ યોજનાઓના ખાલી પડેલ અંદાજ ૧૪૦૦ આવાસ પીપીપી ધોરણે ફાળવણી કરાશે. એએમસી દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે . આ ઉપરાત કોઇ ડેવલપર પણ જમીન પર આવાસ બનાવી પીપીપી ધોરણે પ્રવાસી મંજૂરોને ભાડે આપશે. આવાસનું ભાડું નક્કી કરવા માટે એએમસી પોલીસી બનાવશે . જે અંતર્ગત ભાડું ચૂકવાનું રહેશે.