અમદાવાદ મ્યુનિ. ફાયર વિભાગના અધિકારી રૂ.૬૫ હજારની લાંચ લેતા ઝડપાયા

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ)અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને રૂપિયા ૬૫,૦૦૦ની લાંચ લેતાં એસીબીએ રંગેહાથ પકડ્યો હતો.
પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા ફાયર એનઓસીની ફાઈલો પાસ કરવાની ૮૦,૦૦૦ લાંચ માગી હતી. એમાંથી રૂપિયા ૧૫,૦૦૦ જે-તે સમયે ફરિયાદી પાસેથી લઈ લીધા હતા, જોકે એસીબીએ બાતમીના આધારે છટકું ગોઠવીને લાંચના રૂપિયા લેતા ઇનાયત શેખને ઝડપી પાડયો હતો. એસીબી દ્વારા ઈનાયત શેખની ઓફિસ અને ઘર પર પણ તપાસ કરવામાં આવી રહી છે. જયારે શનિવાર મોડી સાંજે મ્યુનિસિપલ કમિશનરે ઇનાયત શેખને સસ્પેન્ડ કર્યો હતો.
એસીબીના ડ્ઢઅજીઁ પઢેરિયાએ જણાવ્યું હતું કે ઇનાયત શેખે ફાયર એનઓસી આપવાના અવેજ પેટે રૂપિયા ૮૦,૦૦૦ની લાંચ માગી હતી, પરંતુ ફરિયાદી લાંચનાં નાણાં આપ્યા નહોતા. એ બાદ ફરિયાદીને ફાયર એનઓસી મળી ગઈ હતી. બાદમાં ઇનાયત શેખે ફરિયાદીને રૂબરૂમાં મળીને તેને આપવામાં આવેલી ફાયર એનઓસીના વ્યવહારના રૂપિયા ૮૦,૦૦૦ નહીં આપે તો ભવિષ્યમાં ફરિયાદીની ફાયર એનઓસીને લગતી ફાઈલ એપ્રૂવ થશે નહીં એવી ગર્ભિત ધમકી આપી હતી,
જેથી ફરિયાદી પાસેથી જે-તે દિવસે રૂપિયા ૧૫,૦૦૦ લાંચના લઈ લીધા હતા. બાકીના રૂપિયા ૬૫,૦૦૦ની અવારનવાર માગણી કરતો હતો. ફરિયાદી લાંચની રકમ ફરિયાદી આપવા માગતો નહોતો, જેથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા બે રાજ્ય સેવક પંચોને સાથે રાખી સરકારી ઓડિયો રેકોર્ડરનો ઉપયોગ કરી આજે ૨૨ ફેબ્રુઆરીના રોજ શનિવારે ઇનાયત શેખે ફરિયાદી સાથે લાંચની માગણી સંબંધેની હેતુલક્ષી વાતચીત કરી હતી.
ઇનાયત શેખે લાંચની રકમ માટે ફરિયાદીને પ્રહલાદનગર ફાયર સ્ટેશન ખાતે આવેલી પોતાની ઓફિસમાં જ બોલાવ્યો હતો, જ્યાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં ફરિયાદીની સાથે એસીબીના કર્મચારી ગયા અને ઇનાયત શેખને પોતે છટકામાં ગોઠવાઈ ગયાનો ખ્યાલ પણ ન આવ્યો
અને તેને રંગે હાથ રૂપિયા ૬૫,૦૦૦ આપતાં ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી ઇનાયત શેખની ધરપકડ કરવામાં છે. ઇનાયત શેખના પ્રહલાદનગર ખાતેના ઘરે અને ઓફિસ પર હાલ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ઇનાયત શેખ લાંચ લેતા ઝડપાયા હોવાથી મ્યુનિસિપલ કમિશનરે મોડી સાંજે તેમને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો હતો.