અમરાવતીમાં બોટ પલટી જતાં એક જ પરિવારના ૧૧ લોકો નદીમાં ડૂબ્યા; ૩ લોકોનાં મોત નિપજયાં

અમરાવતી, મહારાષ્ટ્રના અમરાવતીમાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ૧૧ લોકો વર્ધા નદીમાં ડૂબ્યાના સમાચાર છે. ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હજી પણ ૮ લોકો ગુમ છે, તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના અમરાવતીમાં વર્ધા નદીમાં ઘટી હતી. જાેકે તંત્ર દ્વારા રેસ્ક્યૂ- ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
બોટમાં સવાર લોકો એક પર્યટન સ્થળને જાેવા માટે અહીં આવ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થયા બાદ પોલીસકાફલો અને સ્થાનિક ધારાસભ્ય દેવેન્દ્ર ઘટનાસ્થળે દોડી ગયા હતા.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે આસામમાં પણ બોટ અકસ્માત થયો હતો. ત્યાં જાેરહાટમાં બે બોટ ટકરાઈ હતી, જેને કારણે એક બોટ પલટી ગઈ હતી અને એના પર હાજર ૮૦થી વધુ લોકો ડૂબી ગયા હતા. મોટા ભાગના લોકો બચી ગયા અથવા તેઓ પોતે કોઈક રીતે તરીને કિનારે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. કેટલાક ગુમ થયા હતા. આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં લોકો ચીસો પાડતા અને પોતાને બચાવવાનો પ્રયાસ કરતા જાેવા મળ્યા હતા.HS