અમિત અને તેનો આખો પરિવાર કોરોના સંક્રમિત
મુંબઈ: ક્યોંકી સાસ ભી કભી બહુ થી સીરિયલ દ્વારા પોપ્યુલર થનારો ટેલિવિઝન એક્ટર અમિત સરીન કોરોના પોઝિટિવ છે. માત્ર અમિત નહીં તેનો આખો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. થોડા વર્ષો પહેલા લોસ એન્જેલસમાં સ્થાયી થયેલા અમિતે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપી છે
. અમિતે જણાવ્યું કે તેની પત્ની વિનિશા અને બંને બાળકો પણ આ જીવલેણ વાયરસથી સંક્રમિત થયા છે. અમિતે જણાવ્યું કે, મને, મારી પત્ની અને બાળકોને કોરોના સંક્રમિત થયાના ૬ દિવસ થયા છે.
શરૂઆતમાં અમને આ વાત જાણીને આંચકો લાગ્યો હતો પરંતુ સારી વાત એ છે કે અમે અસિમ્પ્ટોમેટિક છીએ. અમિતે આગળ કહ્યું, પોઝિટિવ હોવાની જાણ થતાં જ અમે વિટામિન સી, ડી અને ઝિંક લેવાનું પ્રમાણ વધારી દીધું હતું.
અમે ખૂબ પાણી રહ્યા છીએ અને વેજિટેરિયન ફૂડ ખાઈએ છીએ. આ બધા ઉપાયોથી અમે આ જીવલેણ વાયરસને મ્હાત આપી શકીશું. વેક્સીન વિના જ અમારા શરીરમાં કુદરતી રીતે એન્ટીબોડી બની ચૂક્યા છે અને અમે બીજા લોકોને સંક્રમિત નહીં કરી શકીએ.
પરંતુ અમે આ વાતને હળવાશમાં નહીં લઈએ અને નિયમોનું પાલન કરીશું. વેક્સીન લઈને ત્યાં સુધી અમે માસ્ક પહેરીશું, નિયમિત રીતે હાથ સાફ કરીશું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશું.
આ ઉપરાંત અમિતે કોરોના ટેસ્ટ કરાવી રહેલા દીકરાનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. વિડીયો સાથે અમિતે લખ્યું, ‘પહેલીવાર પોઝિટિવ હોવાનું દુઃખ થાય છે. અમારા સૌની તબિયત સારી છે અને આનો સામનો કરી રહ્યા છીએ. મારા બાળકો પર ગર્વ છે. તેમનું સ્મિત અને રુદન આ આખી પ્રક્રિયાને ઈમોશનલ બનાવી રહ્યું છે. ધ્યાન રાખજાે.
દરેક ગાઈડલાઈનનું સાવચેતીથી પાલન કરજાે. સૌને પ્રેમ. અમિતનું એમ પણ કહેવું હતું કે, મહામારીના આઠ મહિના દરમિયાન તેમના પરિવારનું રૂટિન લગભગ એકસરખું જ હતું. ‘નિશા ઔર ઉસકે કઝિન’ અને ‘પવિત્ર રિશ્તા’ જેવી સીરિયલોમાં કામ કરી ચૂકેલો અમિત હવે ‘ટાઈગર હાર્ટ’ નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છે.