Western Times News

Gujarati News

વિક્રમની તામિલ ફિલ્મ કોબ્રાનું ટીઝર રીલિઝ થયું

મુંબઈ: ક્રિકેટના મેદાન પર પોતાનો જલવો વિખેરનાર પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ હવે સિલ્વર સ્ક્રિન પર કમાલ બતાવવા માટે તૈયાર છે. હકીકતમાં, ઈરફાન પઠાણ તામિલ ફિલ્મ કોબ્રાથી ફિલ્મી કરિયરની શરુઆત કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું ટીઝર શુક્રવારે રીલિઝ કરવામાં આવ્યું છે.

કોબ્રામાં તામિલ ફિલ્મના સુપરસ્ટાર વિક્રમ લીડ રોલમાં જાેવા મળશે. ફિલ્મ કોબ્રાના ૧૦૦ સેકન્ડના ટીઝરમાં તમે જાેઈ શકો છો કે વિક્રમ ગણિત એક્સપર્ટના રોલમાં છે. જાેકે, તે પોતાના ટેલેન્ટનો ઉપયોગ ક્રાઈમમાં કરે છે.

ઈરફાન પઠાણ એક તુર્કીના ઈન્ટરપોલ અધિકારીના રોલમાં છે. જે આ ગણિતજ્ઞનો પીછો કરે છે. ફિલ્મ કોબ્રાને અજય ગનામુત્થુ ડિરેક્ટ કરી રહ્યાં છે. નોંધનીય છે કે ઈરફાન પઠાણે ગત વર્ષે ૨૯ ઓક્ટોબરના રોજ પોતાના ૩૬મા જન્મદિવસે જ આ ફિલ્મમાં કામ કરવાની જાણકારી આપી હતી અને ફિલ્મનો પહેલો લુક સામે આવ્યો હતો.

આ ફિલ્મમાં ઈરફાન પઠાણ અને વિક્રમ ઉપરાંત શ્રીનિધિ શેટ્ટી, કેએસ રવિકુમાર, મિયા જ્યોર્જ અને મૃણાલિની રવિ પણ મહત્વની ભૂમિકામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.