અમેરિકામાં સતત ૨૩માં દિવસે એક લાખ કોરોનાના કેસ
વોશિંગ્ટન, કોરોના વાયરસથી દુનિયામાં સૌથી વધુ બેબસ દેશ અમેરિકા છે.અહીં સતત ૨૩મા દિવસે એક લાખથી વધુ કોરોનાના મામલા સામે આવ્યા છે.છેલ્લા ૨૪ કલાકમાં ૧.૦૮ લાખ નવા કોરોનાના મામલા આવ્યા અને ૧,૩૦૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા ત્રણ નવેમ્બર બાદથી દરેક દિવસે એક લાખથી વધુ કેસ આવી રહ્યાં છે ૨૦ નવેમ્બરે અમેરિકામાં રેકોર્ડ ૨.૦૪ લાખ કેસ આવ્યા હતાં. કોરોનાથી બીજા સૌથી વધુ પ્રભાવિત દેશ ભરતમાં ગત ૨૪ કલાકમાં ૪૩ હજાર મામલા સામે આવ્યા અને ૪૯૧ લોકોના મોત નિપજયા હતાં જયારે કોરોનાથી ત્રીજા સૌથી પ્રભાવિત દેશ બ્રાઝીલમાં ૩૭ હજાર નવા કોરોના સંક્રમિત મળ્યા છે અને ૬૯૮ લોકોએ દમ તોડયો છે.
અમેરિકામાં કતોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૨૭ નવેમ્બરની સવાર સુધી વધીને ૧ કરોડ ૩૨ લાખ પહોંચી ગઇ છે.તેમાંથી ૨ લાખ ૬૮૯ હજાર લોકોના મોત થયા છે અમેરિકાાં હવે એકટિવ કેસ વધી ૫૧ લાખ થઇ ગયા છે એટલે કે આ લોકો હજુ પણ વાયરસથી સંક્રમિત છે અમેરિકા ભારત અને બ્રાઝીલમાં કોરોના મહામારીથી સૌથી વધુ લોકો પ્રભાવિત થયા છે.દુનિયાના ૪૭ ટકા કોરોના મામલા આજ ત્રણ દેશોમાં છે અને ૪૧ ટકા મોત પણ અહીં જ થયા છે. આ ત્રણેય દેશોમાં કોરોનાથી મોતના આંકડા સાડા પાંચ લાખને પાર પહોંચી ગયા છે જયારે દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬ કરોડ ૧૨ લાખને પાર પહોંચી ગઇ છે.જયારે ૧૪ લાખ ૩૬ હજારથી વધુ લોકોના મોત નિપજયા છે.HS