Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્રારા જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૬ મી જયંતી ઉજવાઈ

શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની ૮ x ૬ ફૂટની વિશાળ કૃત્તિ તૈયાર કરવામાં આવી.

શ્રી અબજીબાપાશ્રી વાતો – ૩૧ પારાયણો કરવામાં આવી.

સ્વામિનારાયણ મહામંત્રની 755 ક્લાક ધૂન કરવામાં આવી.

તા. ર૬ નવેમ્બર – કારતક સુદ એકાદશી ના રોજ જીવનપ્રાણ બાપાશ્રીની જયંતીની ઉજવણી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા જીવનપ્રાણ બાપાશ્રીના દર્શન કરેલા હોય તેવા એક માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઓનલાઈન કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની ૮ x ૬ ફૂટની વિશાળ કૃત્તિ તૈયાર કરવામાં આવી હતી તેનું પૂજન,અર્ચન કરવામાં આવ્યું હતું.

જીવનપ્રાણ બાપાશ્રીની પ્રાગ્રટ્ય જયંતી પ્રસંગે કીર્તનગાન – ઔચ્છવ કરીને સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી.

આ પ્રસંગે શ્રી અબજીબાપાશ્રી વાતો – ૩૧ પારાયણો કરવામાં આવી અને સ્વામિનારાયણ મહામંત્રની દેશ વિદેશના ભાવિક ભકતો દ્રારા 755 ક્લાક ધૂન કરવામાં આવી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જીવનપ્રાણ બાપાશ્રી અંગે જણાવ્યું હતું કે,શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી કચ્છની ભૂમિ ઉપર આવેલ ભૂજ શહેરથી આશરે ૨૦ કી.મી દૂર આવેલા વૃષપુર ગામે જીવનપ્રાણ બાપાશ્રીનું પ્રાગ્ટ્ય થયું હતું. પ્રગટ થતાંની સાથે જ બાળપણમાં અનેક એશ્ચર્ય દ્વારા અનેકને
સમાધિઓ કરાવી હતી. જે બાપાશ્રી ના દર્શને આવતા તેમના દુઃખ દારિદ્રય દૂર થઈ જતા હતા અને હૃદયમાં રહેલા કામ, ક્રોધ આદિ શત્રુઓ નાશ પામી જતા હતા. જાય. જગતના તમામ ઘાટ બંધ થઈ જાય અને સ્હેજે – સ્હેજે ભગવાનમાં વૃત્તિ જોડાઈ જતી હતી.તેવા એ સમર્થ હતા.આવા કારણ સત્સંગના પ્રણેતા અને સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પ સ્વરૂપ એવા જીવનપ્રાણ બાપાશ્રીના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ અને તેમના બતાવેલા સિંધ્ધાતોને અમલમાં મૂકી આપણા જીવનને આપણે ઉન્નત બનાવીએ અને મોક્ષ સાધી લઈએ.

આ પ્રસંગે કુમકુમ મંદિરના મહંત સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જીવનપ્રાણ બાપાશ્રી અંગે જણાવ્યું હતું કે, આ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળભૂત ગ્રંથ જે વચનામૃત તેના ઉપર રહસ્યાર્થ પ્રદિપિકાટીકા કરી છે. અને તેમણે કરેલી બે ભાગ વાતોનું વાંચન, શ્રવણ કરી અનેક સંતો – ભકતો સુખિયા થાય છે. તેમનાં આવા વર્તન અને કાર્યોથી પ્રેરાઈને અમદાવાદથી પ્રસિદ્ધ થતા સસ્તું સાહિત્ય પ્રકાશને આ બાપાશ્રીના
જીવન કાર્યનું દર્શન કરાવતું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. જેનું નામ હતું. કચ્છના સંત અબજીબાપા.
આ પુસ્તકોની ધૂમ ભારતભરમાં તો મચી જ હતી. પણ તે છેક હોંગકોગમાં પણ વેચાતું હતું. અને ત્યાંના લોકોપણ આ પુસ્તક વાંચી અબજીબાપાના જ્ઞાન અને તેમના બતાવેલા સિદ્ધાંતોનો લાભ લેતા હતા.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.