અયોધ્યામાં રોડ પર બસને ટ્રેલરે ટક્કર મારતા ૬ના મોત
અયોધ્યા: અયોધ્યામાં હાઈવે પર દુર્ઘટનામાં ૬ લોકોના મોત થયા છે, જ્યારે ૨ મુસાફરો હજુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્તોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. દુર્ઘટના તે સમયે થઇ જ્યારે દુર્ઘટનાગ્રસ્ત ઉભેલી ૨ રોડવેઝ બસોમાંથી એક બસને પાછળથી ટ્રેલરે ટક્કર મારી દીધી. માહિતી અનુસાર બન્ને બસ કાનપુરથી બસ્તીમાં જઇ રહી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ૨ મુસાફરોના ઘટના સ્થળે મોત થયા, જ્યારે ચાર અન્ય લોકોના જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત અન્ય બે લોકોની હાલત ગંભીર છે. બન્નેને ગંભીર ઇજા પહોંચી છે. પોલીસે જણાવ્યું કે, રોડવેઝની બન્ને બસો કાનપુરથી બસ્તી જઇ રહી હતી, ત્યારે એનએચ-૨૭ના રૌજા ગામ નજીક ઓવરબ્રિજ પર ડીસીએમએ પાછળ ચાલી રહેલી એક બસને ટક્કર મારી દીધી. ત્યારબાદ આગળની બસ પણ ઉભી રહી ગઇ. ત્યારબાદ બન્ને બસના ડ્રાઇવર અને કંડક્ટર નીચે ઉતરીને દુર્ઘટનાગ્રસ્ત બસને જાેવા પહોંચ્યા, તે સમયે પુરપાટ ઝડપે ટ્રેલરના દુર્ઘટનાનો શિકાર બનેલી બસને ટક્કર મારી દીધી.