Western Times News

Gujarati News

સની અને ડિમ્પલ રાજકુમાર સતોષીનાં ઘરે પહોંચ્યા હતા

મુંબઈ: બોલિવૂડમાં સંબંધો બનવા અને બગડવા ખુબજ સામાન્ય વાત છે. ઘણી વખત બે સેલિબ્રિટીઝ જેટલાં ઝડપથી નજીક આવે છે એટલી જ જલદી તેમનાં સંબંધોમાં ખટાશ આવી જાય છે. સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાનાં રિલેશન ક્યારેક ચર્ચામાં રહેતા હતાં. એક સમયે બંનેની પ્રેમ કહાની બી ટાઉનનો ચર્ચાસ્પદ કિસ્સામાંથી એક હતો. ડિમ્પલ અને સનીનાં સંબંધો ચર્ચામાં રહેતા હતાં. ૨૦૧૭માં સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો હતો.

આ વીડિયોમાં ડિમ્પલ કાપડિયા અને સની દેઓલ એરપોર્ટ કોમ્પ્લેક્સમાં એકબીજાનો હાત પકડીને બેઠેલા અને વાતો કરતાં નજર આવ્યા હતાં. એવાંમાં ફરી એક વખત સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા એકજ સમયે એકજ જગ્યાએ સ્પોટ થયા છે. બંને હાલમાં ડિરેક્ટર રાજકુમાર સંતોષીનાં ઘરે પહોચ્યા હતાં જ્યાંની તેમની તસવીરો સામે આવી છે.

જાેકે, બંને તસવીરોમાં સાથે સાથે ન હતાં પણ અલગ અલગ હતાં પણ બંનેનો એક જ સમયે એક જ જગ્યાએ હોવાને કારણે ચર્ચાનો વિષય બની ગયો હતો. આ દરમિયાન જ્યાં ડિમ્પલ વ્હાઇટ કલરનાં કપડાંમાં નજર આવી તો સની દેઓલ બ્લેક ટી શર્ટ આખી પેન્ટમાં માસ્ક સાથે નજર આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.