Western Times News

Gujarati News

કેન્દ્રએ ડીઝલ-એટીએફ પર ટેક્સમાં વધારો કર્યાે, પેટ્રોલમાં ઘટાડયો

ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો થવાના કારણે સરકારે ડીઝલની નિકાસ પર અત્યાર સુધી ચાલતો ટેક્સ પ્રતિ લિટર ૮.૫ રૂપિયાથી વધારીને સીધો ૧૫.૫ રૂપિયા કરાયો

નવી દિલ્હી,અમેરિકા-ઇરાન વચ્ચે ફરીથી શરૂ થયેલા યુદ્ધના કારણે મધ્યપૂર્વમાં તણાવ વધી ગયો છે. તેના પગલે ક્રૂડ ઓઇલમાં ભડકો થતાં કેન્દ્ર સરકારે ડીઝલ અને એટીએફ પરના ટેક્સમાં નોંધપાત્ર વધારો કર્યાે છે.કેન્દ્રએ ડીઝલ અને એટીએફ પરના ટેક્સમાં પ્રતિ લિટર સાત રૂપિયાનો નોંધપાત્ર વધારો કર્યાે છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો થવાના કારણે ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેવો પડયો છે.સરકારે ડીઝલની નિકાસ પર અત્યાર સુધી ચાલતો ટેક્સ પ્રતિ લિટર ૮.૫ રૂપિયાથી વધારીને સીધો ૧૫.૫ રૂપિયા કરી દીધો છે.

જ્યારે એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ લિટર ૭.૫ રુપિયા વધારી હવે ૧૪.૫ રૂપિયા કર્યાે છે. ટેક્સમાં આ વધારો ૧૬મી તારીખથી અમલમાં આવ્યો છે. જો કે પેટ્રોલ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેને પ્રતિ લિટર ચાર રૂપિયા ઘટાડાયો છે.આ પહેલા પણ ક્રૂડ ઓઇલના મોરચે અગાઉ આવી ચિંતાજનક સ્થિતિ થઈ ત્યારે પણ સરકાર આ પ્રકારનો નિર્ણય લઈ ચૂકી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.