Western Times News

Gujarati News

વડોદરાનો કાર્યક્રમ પતાવી પરત જઈ રહેલા મુખ્યમંત્રી આંકલાવના અંબાલી ગામે કેમ રોકાયા?

અંબાલીના માર્ગે મુખ્યમંત્રીશ્રી તેમની ગાડી થોભાવી બાળકો અને ગ્રામજનોને મળ્યા-નિખાલસ સ્મિતઆત્મીય સંવાદ અને વડીલ જેવી વહાલપ મુખ્યમંત્રીશ્રીએ કર્યો આણંદના અંબાલીના ગ્રામ્યજનો સાથે હૃદયસ્પર્શી વાર્તાલાપ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા ખાતેના કાર્યક્રમ બાદ ગાંધીનગર પરત જઈ રહ્યા હતા. તે સમયે મુખ્યમંત્રીશ્રીની જ્યારે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાલી ગામ પાસેથી પસાર થઈ રહી હતીત્યારે એક હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું હતું.

શાળા છૂટ્યા બાદ યુનિફોર્મ પહેરીને ઊભેલા માસૂમ બાળકો અને સ્થાનિક ગ્રામજનો મુખ્યમંત્રીશ્રીની એક ઝલક મેળવવા આતુરતાથી માર્ગની બાજુમાં ઊભા હતા. તે સમયે મુખ્યમંત્રીની નજર આ બાળકો અને ગ્રામજનો પર પડીતેમણે ક્ષણનોય વિલંબ કર્યા વિના તેમની ગાડી તાત્કાલિક ઉભી રખાવી હતી.

 મુખ્યમંત્રીશ્રી પ્રોટોકોલની તમામ મર્યાદાઓ બાજુ પર મૂકીને પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા અને સીધા જ બાળકો તરફ આગળ વધ્યા. ગામડાના ધૂળિયા માર્ગ પર ગુજરાતના શાસકને પોતાની વચ્ચે જોઈને બાળકોના ચહેરા આશ્ચર્ય અને ખુશીથી ખીલી ઉઠ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ કોઈ પણ ઔપચારિકતા વિના બાળકો સાથે બાલ સહજ ભાષામાં સંવાદ કરીને “કઈ સ્કૂલમાં ભણો છો?”, “શું અભ્યાસ કરો છો?” જેવા વહાલભર્યા પ્રશ્નો પૂછીને તેમણે બાળકોની પીઠ થાબડી હતી અને તેમને ભણીને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત માત્ર ઔપચારિક નહોતીપરંતુ એક વડીલના પોતાના સંતાનો પ્રત્યેના સ્નેહની અનુભૂતિ કરાવતી હતી.

બાળકો બાદ મુખ્યમંત્રીશ્રીએ ત્યાં ઉપસ્થિત ગ્રામજનો સાથે પણ ખૂબ જ આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો. “ગામમાં કોઈ તકલીફ તો નથી ને?” તેવી પૃચ્છા કરીને તેમણે વહીવટીતંત્ર પ્રત્યે પ્રજાના વિશ્વાસને વધુ મજબૂત કર્યો હતો.

તેમણે વાલીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કેગમે તેવી પરિસ્થિતિમાં પણ બાળકોના શિક્ષણ સાથે બાંધછોડ ન કરવી અને તેમને ભણાવવા. મુખ્યમંત્રીશ્રીની આ સંવેદનશીલતા અને સામાન્ય માનવી પ્રત્યેની ચિંતા ગ્રામજનોના હૃદયને સ્પર્શી ગઈ હતી.

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીની નજર નજીકના ઘરમાં કાર્યરત ગોબરગેસ પ્લાન્ટ પર પડી હતી. તેમણે તુરંત જ પ્લાન્ટના માલિક વિઠ્ઠલભાઈ પરમાર પાસે જઈને તેમની સાથે ગોબરગેસ પ્લાન્ટના વપરાશતેનાથી થતા ફાયદા અને આ પ્લાન્ટ કેટલા સમયથી કાર્યરત છે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી માહિતી મેળવી હતી.

સત્તાના સર્વોચ્ચ શિખરે બેઠેલી વ્યક્તિ એક સામાન્ય ખેડૂત સાથે આટલી સહજતાથી વાત કરેતે દ્રશ્ય ખરેખર અનન્ય હતું.

મુખ્યમંત્રીશ્રીની આ અણધારી મુલાકાત અને સરળ સ્વભાવથી ગદગદિત થયેલા વિઠ્ઠલભાઈએ ગર્વભેર જણાવ્યું હતું કે, “અમને તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી તેમની ગાડી ઉભી રાખીને અમારી ખબરઅંતર પૂછવા ઊભા રહેશે. આ અમારા અને અમારા આખા અંબાલી ગામ માટે અત્યંત આનંદ અને ગૌરવની ક્ષણ છે.” મુખ્યમંત્રીશ્રીની આ સહજતાએ સાબિત કરી આપ્યું કે શાસન જ્યારે સંવેદનશીલ હોય છેત્યારે લોકશાહી સાચા અર્થમાં સાર્થક બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.