Western Times News

Gujarati News

દિલ્હી ગોલ્ફ સોસાયટી (DGS) દ્વારા આયોજિત 25મી NCR કપ જુનિયર અને એમેચ્યોર ગોલ્ફ ટુર્નામેન્ટ

ફાઇનલમાં નવીન રાઠી અને આયેશા ગુપ્તાએ 160 ખેલાડીઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું

નવી દિલ્હી, ૨૫મી NCR કપ – જુનિયર અને એમેચ્યોર ગોલ્ફ ટુર્નામેન્ટ ૨૦૨૬ની ઐતિહાસિક સિલ્વર જુબિલી આવૃત્તિ આજે ક્લાસિક ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ, માણેસર ખાતે એક ભવ્ય ગ્રાન્ડ ફિનાલે સાથે સંપન્ન થઈ છે. દિલ્હી ગોલ્ફ સોસાયટી (DGS) દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ ભારે સફળ રહી હતી.

આ સ્પર્ધામાં દેશભરમાંથી ૧૬૦થી વધુ ચુનંદા જુનિયર અને એમેચ્યોર ગોલ્ફરોએ ભાગ લીધો હતો.મુખ્ય ઓપન ડિવિઝન (એમેચ્યોર, કેટેગરી એ અને બી) માં ત્રણ દિવસ સુધી ૫૪ હોલ્સની રોમાંચક સ્પર્ધા જોવા મળી હતી. બીજી તરફ, કેટેગરી સી, ડી અને ઈના નાના બાળ-ખેલાડીઓએ બે દિવસના ફોર્મેટમાં અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કરીને સાબિત કર્યું કે ભારતીય ગોલ્ફનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.

ગ્રાન્ડ ફિનાલેના મુખ્ય આકર્ષણો અને અંતિમ સ્કોર જોઈએ તો કેટેગરી એ, બી અને એમેચ્યોર (૩ દિવસની સ્પર્ધા)કેટેગરી એ બોયઝ (છોકરાઓ): નવીન રાઠીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા આખરી રાઉન્ડમાં ૭૪નો સ્કોર કર્યો અને ૨૧૫ (-1) ના કુલ સ્કોર સાથે ખિતાબ જીત્યો. અનસ ખાન ૨૧૯ના સ્કોર સાથે બીજા ક્રમે અને અંશ દુબે ૨૨૧ના સ્કોર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.

કેટેગરી એ ગર્લ્સમાં છેલ્લા દિવસે મોટો ઉલટફેર જોવા મળ્યો. આયેશા ગુપ્તાએ દબાણ વચ્ચે શાનદાર પ્રદર્શન કરતા આખરી રાઉન્ડમાં ૭૩નો સ્કોર કર્યો અને ૨૨૧ (+5) ના કુલ સ્કોર સાથે ટ્રોફી જીતી લીધી. અપેક્ષા ગ્રેસ ડેવિડ અને રેહનૂર મલિક ૨૨૬ના સમાન સ્કોર સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે રહી હતી.

એમેચ્યોર જેન્ટલમેનમાં રૌનિકે શરૂઆતથી અંત સુધી દબદબો જાળવી રાખી ૨૨૩ (+7) ના સ્કોર સાથે ટ્રોફી જીતી. તેણે પાર્થ ચૌધરી (૨૩૧) પર ૮ શૉટ્સની લીડ મેળવી હતી જયારે ગર્લ્સમાં દિયા બ્રાર અને પ્રીતિશા ગિલ ૩ દિવસના અંતે ૨૧૯ના સમાન સ્કોર પર ટાઈ થતાં પ્લે-ઓફ રમાયો હતો, જેમાં દિયા બ્રારે જીત મેળવી ખિતાબ પોતાના નામે કર્યો હતો.

કેટેગરી બીમાં સાક્ષીત પુરાન્દ્રેએ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી ૨૨૨ (+6) ના સ્કોર સાથે બોયઝ ખિતાબ જીત્યો, જ્યારે અનુષ્કા ગુપ્તાએ ૨૨૬ના કુલ સ્કોર સાથે ગર્લ્સ ટ્રોફી જીતી.કેટેગરી સી, ડી અને ઈ (૨ દિવસની સ્પર્ધા)કેટેગરી સી બોયઝમાં આરુષે છેલ્લા દિવસે અવિશ્વસનીય વાપસી કરી ૫-અંડર-પાર ૬૭નો સ્કોર નોંધાવ્યો અને ૧૪૧ (-3) ના કુલ સ્કોર સાથે ચેમ્પિયન બન્યો.

શાન અલ્વી ૧૪૨ના સ્કોર સાથે બીજા ક્રમે રહ્યો.કેટેગરી સી ગર્લ્સમાં ઉન્નતિ સિંહે આખરી રાઉન્ડમાં ૬૮નો દમદાર સ્કોર કરી કુલ ૧૩૯ (-5) સાથે એકતરફી જીત મેળવી. આરાધ્યા રાવત બીજા ક્રમે અને જેનાયા બનમ્યાલ ત્રીજા ક્રમે રહી.કેટેગરી ડી બોયઝ (૯ હોલ્સ)માં વેદાંશ જૈને ૩૫નો સ્કોર કરી કુલ ૬૮ (-4) ના શાનદાર સ્કોર સાથે જીત મેળવી. ગર્લ્સ વિભાગમાં આર્યા ગાંગુલીએ ૭૩ના કુલ સ્કોર સાથે ટાઈટલ જીત્યું છે.

કેટેગરી ઈ બોયઝ અને ગર્લ્સ (૮ વર્ષથી નાના, ૯ હોલ્સ): ઝોવરા વીર સિકંદે અદભુત રમત બતાવી છેલ્લા રાઉન્ડમાં ૩૦નો સ્કોર કર્યો અને કુલ ૬૨ (-10) સાથે મેચ જીતી. ગર્લ્સમાં માનસ્વી રાઠોરે ૬૫ (-7) ના સ્કોર સાથે વિજેતાની ટ્રોફી મેળવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.