અર્જુન કપૂર મહિના બાદ કોરોનાથી સંપૂર્ણ રીતે રિકવર
મુંબઈ: સોશિયલ મીડિયા પોસ્ટમાં એક્ટરે વાયરસ ઈન્ફેક્શનને ગંભીરતાથી લેવા અને હંમેશા માસ્ક પહેરવાની અપીલ કરી છે. એક્ટરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, ‘હેલ્લો, મને જણાવતા ખુશી થઈ રહી છે કે મારો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સંપૂર્ણ રીતે રિકવર થયા બાદ મને સારું લાગી રહ્યું છે. મારા માટે પ્રાર્થના અને સકારાત્મકતા દાખવવા બદલ આપ તમાનો આભાર. આ વાયરસ ગંભીર છે અને તેથી હું તમામને તેને ગંભીરતાથી લેવાની વિનંતી કરું છું. લોકોએ સમજવાની જરૂર છે કે, વાયરસ નાના-મોટા સૌને અસર કરે છે.
દરેક સમયે માસ્ક પહેરેલું રાખો. સપોર્ટ અને મદદ માટે મ્સ્ઝ્રનો આભાર. આપણી દેખરેખ રાખવામાં પોતાને જોખમમાં મૂકીને કામ કરી રહેલા ફ્રંટલાઈન વર્કર્સને સલામ. અમે હંમેશા તમારા ઋણી રહીશું. ૬ સપ્ટેમ્બરના દિવસે અર્જુન કપૂરે પોતાનો કોરોના થયો હોવાની જાણ ફેન્સને કરી હતી. તેણે લખ્યું હતું કે, ‘મારો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડોક્ટર અને અધિકારીઓની સલાહ પ્રમાણે હોમ ક્વોરન્ટિનમાં રહીશ. આવનારા દિવસોમાં તમને મારી હેલ્થ અપડેટ આપતો રહીશ. થોડા દિવસ પહેલા તેવા રિપોર્ટ્સ હતા કે, કોરોનાથી રિકવર થયા બાદ એક્ટરે સંક્રમિત દર્દીઓની મદદ કરવા માટે પ્લાઝ્મા ડોનેટ કરવાનો ર્નિણય લીધો છે.
આ વિશે વાત કરતાં નામ ન જણાવવાની શરતે એક મેડિકલ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘હા, અર્જુન કપૂર પ્લાઝ્મા ડોનેટ કરવાનો છે. અમે તેના ર્નિણયને આવકારીએ છીએ કારણ કે આનાથી અન્ય લોકો પણ પ્લાઝ્મા ડોનેટ કરવા માટે આગળ આવશે. પ્લાઝ્મા થેરાપી જીવન બચાવવા માટે મહત્વપૂર્ણ છે અને જેમને ખરેખર પ્લાઝ્માની જરૂર છે તેમને મદદ મળી રહે છે.