Western Times News

Gujarati News

અર્જુન બિજલાનીની પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો

મુંબઈ: ઈશ્ક મે મરજાવાં અને નાગિન ૫ જેવી સીરિયલો તેમજ કેટલાક રિયાલિટી શો હોસ્ટ કરનાર એક્ટર અર્જુન બિજલાનીની પત્ની નેહા સ્વામીનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટરે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે સાથે જ તેની પત્નીના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. અર્જુને ટ્‌વીટ કરીને લખ્યું છે કે, ‘હેલ્લો મારી પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું અને મારો પરિવાર આગામી ૧૪ દિવસ સુધી સેલ્ફ ક્વોરન્ટિનમાં રહીશું. જે લોકો અમારા સંપર્કમાં આવ્યા હતા તેમને વિનંતી છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે. અમે સ્વસ્થ અને સાજા છીએ. અમે આમ જ રહીશું તેવી મને આશા છે.

અમારા માટે પ્રાર્થના કરજો. નેહા સ્વામીએ પણ પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, ‘આજે મારો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું અને મારો પરિવાર ૧૪ દિવસ સુધી ક્વોરન્ટિમાં રહીશ. છેલ્લા ૭ દિવસમાં જે લોકો અમારા સંપર્કમાં આવ્યા હતા તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે તેવી હું વિનંતી કરું છું. હાલ હું એસિમ્પટોમેટિક છું. હું અને મારો પરિવાર સ્વસ્થ રહીએ તેવી પ્રાર્થના કરી રહી છું. અમારા માટે પ્રાર્થના કરજો. ઉલ્લેખનીય છે કે, ગયા મહિનાની શરુઆતમાં અર્જુન બિજલાની પત્ની નેહા તેમજ દીકરા અયાન સાથે ગોવાના વેકેશન પર ગયો હતો. જ્યાં તેઓ ૧૦થી વધુ દિવસ રોકાયા હતા.

કપલે પોતાના વેકેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા હતા. જે ખૂબ વાયરલ થયા હતા. વેકેશન દરમિયાન એક્ટરને પગમાં ઈજા પણ પહોંચી હતી. એક્ટરે જણાવ્યું હતું કે, ‘મારુ વેકેશન પૂરુ થવામાં જ હતું અને મને આ તકલીફ થઈ. મેં ઓર્થોપેડિક ડોક્ટર પાસેથી સારવાર લીધી છે અને મને ૬ અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. હાલ મારો પગ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. ૧૮ ઓગસ્ટે આ થયું હતું. હું લપસ્યો અને મારો પગ બે પથ્થર વચ્ચે ફસાઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.