અર્થતંત્રને કઇ રીતે બરબાદ કરવું તે ભારતમાં જુઓ: રાહુલ ગાંધી

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થામાં ઘટાડો અને દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિને લઇને મોદી સરકાર પર હુમલો કર્યો છે તેમણે ભારત અને તેમના પાડોસી દેશો સહિત ઘણા એશિયન દેશોમાં ૨૦૨૦નો જીડીપી ગ્રોથ રેટ અને પ્રતિ ૧૦ લાખની વસ્તી પર કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યાની તુલના કરતા એક ગ્રાફને શેર કરતા ટ્વીટ કર્યું કે જુઓ ઇકોનોમીને કંઇ રીતે સંપૂર્ણ બરબાદ કરવામાં આવે છે અને ઝડપથી વધુ લોકોને સંક્રમિત કરવામાં આવ્યા છે રાહુલે જે દેશોના આંકડા શેર કર્યા છે તેમાં ભારતના જીડીપીમાં સૌથી વધુ ઘટાડો થયો છે તો ભારતમાં પ્રતિ ૧૦ લાખ વસ્તી પર કોરોનાથી મોત પણ સૌથી વધુ થયા છે.
ભારત સહિત ૧૧ એશિયન દેશોમાં ૨૦૨૦ દરમિયાન જીડીપી ગ્રોથ અને પ્રતિ ૧૦ લાખ વસ્તી પર કોરોનાથી મોતના આંકડાનો તુલનાત્મક ગ્રાફ શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું ઇકોનોમીને સંપૂર્ણ રીતે બરબાદ કંઇ રીતે કરો અને ઝડપથી વધુ સંખ્યામાં લોકોને સંક્રમિત કઇ રીતે કરો.
રાહુલે જે ગ્રાફને શેર કર્યો છે તેમાં બાંગ્લાદેશનો જીડીપી ગ્રોથ સૌથી સારો ૩.૮ ટકા છે ચીનનો જીડીપી ગ્રોથ ૧.૯ ટકા નેપાળનો ૦ ટકા પાકિસ્તાનનો -૦૪ ટકા શ્રીલંકાનો ૪.૬ ટકા અને અફધાનિસ્તાનનો -૫.૦ ટકા છે વાત જાે ભારતની કરીએ તો જીડીપી ગ્રોથ -૧૦.૩ ટકા છે.
![]() |
![]() |
રાહુલ ગાંધીએ જે એશિયન દેશોના આંકડા શેર કર્યા છે તેમાં ભારતમાં ન માત્ર જીડીપી ગ્રોથમાં ઘટાડો થયો છે પરંતુ કોરોનાથી મોતના મામલામાં પણ તેની સ્થિતિ સૌથી ખરાબ છે ગ્રાફ પ્રમાણે ભારતમાં પ્રતિ ૧૦ લાખની વસ્તી પર કોરોનાથી મૃત્યુ આંક ૮૩ છે બાંગ્લાદેશમાં ૩૪,ચીનમાં ૩ નેપાળમાં ૨૫ પાકિસ્તાન પ્રતિ ૧૦ લાખની વસ્તી પર એવરેજ ૩૮ લોકોના મૃત્યુ થયા છે.HS