અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા જરૂરી પગલા ભરાશે: શક્તિકાંત
મુંબઇ, કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયાસમાં લાગેલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે જે પણ પગલા ભરવાની જરૂર હશે રિઝર્વ બેંક તેના માટે સંપૂર્ણ તૈયાર છે ઉદ્યોગ સંગઠન ફિક્કીના એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થામાં સુધાર હજુ પુરી ગતિમાં નથી આવ્યો તે ધીમે ધીમે આગળ વધશે.
શક્તિદાંસે ખાનગી ક્ષેત્રને આગળ આવીને અર્થવ્યવસ્થામાં સુધારની ગતિ વધારવામાં યોગદાન આપવા માટે કહ્યું દાસે કહ્યું કે આરબીઆઇ તરફથી સતત મોટી સંખ્યામાં રોકડની ઉપલબ્ધી કરાવવાથી સરકાર માટે ઓછા દર પર અને કોઇ મુશ્કેલી વગર મોટાપાયે ઉધારી સુનિશ્ચિત થઇ શકી છે ગત એક દાયકામાં આ પહેલો પ્રસંગ છે જયારે ઉધારી ખર્ચ આટલો ઓછો થયો છે. તેમણે કહ્યું કે વધુ રોકડાની ઉપલબ્ધતાથી સરકારી ઉધારી ખર્ચ ખુબ ઓછો થયો છે અને આ સમય બોન્ડ પ્રતિફળ છેલ્લા ૧૦ વર્ષના નીચલા સ્તર પર છે દાસે કહ્યું કે જીડીપીના આંકડાથી અર્થવ્યવસ્થા પર કોવિડ ૧૯ના પ્રકોપના સંકેત મળ્યા છે.રિઝર્વ બેંકના ગવર્નરે કોવિડ ૧૯ બાદ અર્થવ્યવસ્થાની ગતિ તેજ કરવા માટે પ્રાઇવેટ ક્ષેત્રને રિસર્ચ ઇનોવેશન ફુડ પ્રોસેસિંગ અને પર્યટન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે કહ્યું છે તેઓએ કહ્યું કે પર્યટન ક્ષેત્રમાં વ્યાપક શકયતાઓ છે અને ખાનગી ક્ષેત્રને તેનો લાભ ઉઠાવવો જાેઇએ.HS