અસ્મિતા ૧૨ લાખ ૫૦ હજાર જીતીને ઘરે પરત ફરી
મુંબઈ: કૌન બનેગા કરોડપતિ ૧૨’ના લેટેસ્ટ એપિસોડમાં મહારાષ્ટ્રના લાતુરના રહેવાસી અસ્મિતા માધવ હોટ સીટ પર બેઠી અને તેમણે સુંદરતાથી દરેક સવાલના જવાબ આપ્યા હતાં. અસ્મિતા ‘કેબીસી ૧૨’માં ૨૫ લાખના સવાલ પર આવીને અટકી હતી. જેનો જવાબ ન આપવા બદલ તેને ૧૨ લાખ ૫૦ હજાર રુપિયા જીતીને જ ઘરે પરત ફરવું પડ્યુ હતું. કેબીસી ૧૨’ના એપિસોડમાં અસ્મિતાની સ્ટોરી પણ બતાવવામાં આવી હતી. જેની સ્ટોરીએ અમિતાભ બચ્ચનને પણ ભાવુક કર્યા હતાં. અસ્મિતાના પિતા અંધ છે. તેઓ જરાપણ જોઈ શકતા નથી. બિગ બીએ જ્યારે અસ્મિતાના પિતાને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે, જ્યારે તે બે-અઢી વર્ષના હતા
ત્યારે જ તેમની આંખોની રોશની ગુમાવી હતી. અસ્મિતા પરિવારમાં એકમાત્ર કમાનાર સભ્ય છે અને સમગ્ર પરિવારની જવાબદારી તેના ખભ્ભા પર છે. જ્યારે તેમના માતા પણ ૪૦% દ્રષ્ટિહીન છે. જ્યારે અમિતાભ બચ્ચને અસ્મિતાને જ્યારે પૂછ્યું કે તેમણે સાંભળ્યું હતું કે, તેમના પિતા ટ્રેનમાં એકલા સફર કરે છે
તો તેના પર તેમણે હામાં જવાબ આપ્યો હતો. જે પછી અસ્મિતાના પિતાએ જણાવ્યું કે, એક સ્કૂલમાં દ્રષ્ટિહીન બાળકોને ભણાવે છે અને તેમનો પગાર પણ મોડો થાય છે. આ ચક્કરમાં જ લાતુરથી મુંબઈ ઓફિસર્સને યાદ અપાવે છે કે તેમનો પગાર મોડો છે, આપી દે. આ સાંભળીને બિગ બીને આશ્ચર્ય થયું હતું. તેમણે ઓફિસર્સને વિનંતી કરી હતી કે અસ્મિતાના પિતાનો પગાર મોડો ન કરે અને તેને મદદ કરે.