Western Times News

Gujarati News

આઇટમ સોન્ગ માટે સામન્થા ભારતની સૌથી વધુ ફી લેનારી એક્ટ્રેસ

એક મિનિટ માટે ચાર્જ કરે છે કરોડો રૂપિયા

તેલુગુ-તમિલ સ્ટારે પુષ્પા ધ રાઇઝમાં માત્ર એક ગીત Oo Antava માટે  ૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાનું કહેવાય છે

મુંબઈ, ૩૦ના દશકમાં ટોકીઝના આવિષ્કાર બાદથી ડાન્સ નંબર ભારતીય સિનેમાનો હિસ્સો રહ્યાં છે અને ભારતીય ફિલ્મોમાં ગીત અને ડાન્સ સામાન્ય વાત છે. પશ્ચિમથી વિપરિત ભારતમાં કોઇ અલગ શૈલી નથી કારણ કે લગભગ તમામ ફિલ્મોમાં મ્યુઝિક હોય જ છે. એક શૈલી અથવા તો ભૂમિકા, જે ભારતીય ફિલ્મો માટે ખાસ છે અને તે છે આઇટમ નંબર અથવા સ્પેશિયલ ડાન્સ નંબર. પાછલાં કેટલાંક વર્ષોમાં આ આઇટમ સોન્ગ ફિલ્મો માટે મહત્ત્વપૂર્ણ બની ગયા છે.

ટેક્નિકલ રીતે ડાન્સર અથવા પર્ફોર્મર ન હોવા છતાં, જે ફક્ત ડાન્સ નંબર કરીને સૌથી વધુ કમાણી કરનાર બીજુ કોઇ નહીં પરંતુ ફેમસ એક્ટ્રેસ સામન્થા રૂથ પ્રભુ છે. તેલુગુ-તમિલ સ્ટારે પુષ્પા ધ રાઇઝમાં માત્ર એક ગીત Oo Antava માટે ૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાનું કહેવાય છે. આ આંકડો મોટા ભાગના પરફોર્મર્સ એક ગીત માટે ચાર્જ કરે છે તેના કરતાં ઘણો વધુ છે. નોરા ફતેહી જેવા લીડીંગ ડાન્સર્સ એક ગીત દીઠ ૨ કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જે સની લિયોન ચાર્જ કરે છે તેટલી જ રકમ છે.

મલાઈકા અરોરા એક ગીત દીઠ ૫૦ લાખથી ૧ કરોડ ચાર્જ વસૂલે છે. જ્યારે આ ડાન્સ નંબર્સની વાત આવે છે ત્યારે લીડીંગ એક્ટ્રેસીસ મોટાભાગે સૌથી વધુ રકમ વસૂલ કરે છે, તેઓ તેમની ડાન્સ સ્કિલ કરતાં તેમના સ્ટાર પાવરનો વધુ ફાયદો ઉઠાવે છે. કરીના કપૂર વર્ષો પહેલા જ્યારે આઈટમ સોંગ કરતી હતી ત્યારે તે ૧.૫ કરોડ રૂપિયાથી વધુ ફી લેતી હતી. તમન્ના ભાટિયાએ એક ગીત દીઠ ૧ કરોડ રૂપિયાની ની કમાણી કરી છે, જ્યારે કેટરીના કૈફ ગીત દીઠ ૨ કરોડ રૂપિયાથી વધુ ચાર્જ કરે છે. આ મામલે સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસીસ એક જેક્લીન ફર્નાન્ડીઝ છે, જે તે દરેક ગીત માટે ૩ કરોડ રૂપિયા લે છે

Oo Antava માટે સામન્થાની ૫-કરોડ રૂપિયા ફી એટલા માટે વધુ પ્રભાવશાળી છે કારણ કે રશ્મિકા મંદન્ના, જે પુષ્પામાં મુખ્ય ભૂમિકામાં હતી, તેણે આખી ફિલ્મ માટે માત્ર ૨ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. ખરેખર આજની ઘણી ટોપ એક્ટ્રેસીસ ૫ કરોડ રૂપિયાથી વધુ ફી નથી લેતી. જાન્હવી કપૂર, પૂજા હેગડે, તમન્ના ભાટિયા અને તાપસી પન્નુ જેવા નામો આખી ફિલ્મો માટે આ રકમ કરતાં પણ ઓછો ચાર્જ લે છે.

સામન્થા રુથ પ્રભુ આ દિવસોમાં દેશની સૌથી પોપ્યુલર એક્ટ્રેસીસમાંની એક છે અને અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝના ગીત oo Antavaની સફળતા પછી વધુ ફેમસ થઈ છે. સામન્થાએ આ ડાન્સ નંબર પર પરફોર્મ કર્યું અને રિપોર્ટ્‌સ અનુસાર, તેણે ત્રણ મિનિટના ગીત માટે ૫ કરોડ રૂપિયાની ભારે ભરખમ ફી લીધી. આનો અર્થ એ છે કે તેણીને પ્રતિ મિનિટ ૧.૭ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જે તેણી દેશની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ બની હતી.

એક રિપોર્ટ અનુસાર, અલ્લુ અર્જુને સામન્થા રૂથ પ્રભુને આ ગીત કરવા માટે મનાવી હતી અને તેણે આ ડાન્સ નંબર માટે ૫ કરોડ રૂપિયાની મોટી ફી વસૂલ કરી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “તેર્ણે છહંટ્ઠvટ્ઠ ડાન્સ નંબર માટે મોટી ફી વસૂલ કરી હતી. મારા પર વિશ્વાસ કરો, તે આ ગીત કરવા માટે તૈયાર ન હતી. ફિલ્મના લીડ એક્ટર અલ્લુ અર્જુને વ્યક્તિગત રીતે સામન્થાને આઈટમ નંબર કરવા માટે મનાવી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.