Western Times News

Gujarati News

બાહુબલીની શિવગામી દેવી લગ્ન પહેલા થઈ ગઈ હતી પ્રેગ્નેન્ટ ??

અબોર્શન માટે પ્રેમી પાસે માગ્યા હતા લાખો રૂપિયા

રણેલી હોવા છતાં પણ ડાયરેક્ટર એસ રવિકુમાર સાથે અફેયર અને વિવાદ કોઈનાથી છુપાયેલ નથી

મુંબઈ, ત્રણ દાયકાથી ઈંડસ્ટ્રી પર રાજ કરી રહેલી રમ્યા કૃષ્ણને કેટલીય બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેણે અમિતાભ બચ્ચન, ગોવિંદા અને મિથુન ચક્રવર્તી સાથે કામ કર્યું છે. રમ્યા બોલીવુડ અને સાઉથની એક પોપ્યુલર એક્ટ્રેસ હતી અને તેના કરોડો ફેન્સ હતા. જેમાંથી એક ડાયરેક્ટર એસ રવિકુમાર પણ હતો. બંને વચ્ચે અફેયર થયું અને વિવાદ પણ થયા. રમ્યાએ કેએસ રવિકુમારની કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે.

વર્ષ ૧૯૯૯માં એક્ટ્રેસે પદયપ્પા અને પત્તલીમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મોથી એક્ટ્રેસને સારી એવી ઓળખાણ મળી. વર્ષ ૨૦૦૨માં પંચતંત્રમાં રવિકુમારે તેને અલગ જ કેરેક્ટરમાં બતાવી હતી. રિપોર્ટ્‌સની માનીએ તો, રમ્યા આ ફિલ્મો દરમ્યાન કેએસ રવિકુમારની વચ્ચે ગાઢ સંબંધો થયા અને બંને એકબીજા સાથે રિલેશનશિપમાં આવ્યા. જ્યારે ડિરેક્ટર પહેલાથી જ કરપગમ રવિકુમાર પરણેલ હતા.

કહેવાય છે રમ્યા પણ તેના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી. તેની સાથે જ સમાચાર એવા પણ હતા કે, ડાયરેક્ટર સાથે એક્ટ્રેસે લગ્ન કર્યા વિના પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. જ્યારે કેએસ રવિકુમારની પત્નીની આ વાતની જાણ થઈ તો, તેણે રમ્યાને ધમકી આપી હતી. આ દરમ્યાન બંનેને અફેરની સાથે સાથે એક્ટ્રેસની પ્રેગ્નેન્સીના સમાચાર ખૂબ વાયરલ થયા હતા.

આ સમાચારનો પ્રભાવ પણ રવિકુમારની સુખી સંપન્ન ઘર પર પડ્યો. તેની પત્ની સાથે સંબંધ બગડવા લાગ્યા. ત્યાર બાદ ડાયરેક્ટર રવિકુમારે આ આરોપ અને સંબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો અને રમ્યા સાથે ફાઈનલ વાત કરવા પહોંચ્યા. રમ્યા કૃષ્ણને અબોર્શન માટે ૭૫ લાખ રૂપિયા માગ્યા હતા.

મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવાય છે કે, તે સમયે બંનેમાંથી કોઈ પણ આ બાળક માટે તૈયાર નહોતું. ત્યાર બાદ એક્ટ્રેસે અબોર્શન કરવાનો નિર્ણય લીધો. જો કે, બાદમાં મીડિયાએ આ વાતને લઈને સવાલો પૂછ્યા તો તેણે આ વાત ખોટી હોવાનું કહી દીધું હતું. ત્યાર બાદ રમ્યાએ તેલુગૂ ફિલ્મમેકર કૃષ્ણા વામસી સાથે ૨૦૦૩માં લગ્ન કરી લીધા. તેમના લગ્ન ૧૨ જૂન ૨૦૦૩ના રોજ થયા હતા. લગ્નના થોડા સમય બાદ રામ્યાએ એક દીકરાને જન્મ આપ્યો. તેનું નામ રિત્વક કૃષ્ણા રાખ્યું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.