Western Times News

Gujarati News

આકાશમાંથી ટપોટપ રસ્તા પર પડવા લાગ્યાં ઢગલાબંધ પક્ષીઓ

નવી દિલ્હી, દુનિયામાં ઘણીવાર એવી વિચિત્ર અને અજીબો-ગરીબ ઘટનાઓ બનતી હોય છેકે, જાેવા છતાં પણ આપણને વિશ્વાસ ન થાય. અને આવું કેમ બન્યું હશે તે વિચારવા છતાં પણ આપણને તેનો જવાબ ન મળે. આવી જ એક ઘટના પેમ્બ્રોકશાયર- વેલ્સમાં જાેવા મળી. જેને નજરે જાેનારા તો હજુ પણ ડરથી થથડી રહ્યાં છે.

પેમ્બ્રોકશાયર-વેલ્સમાં વોટરસ્ટોનથી હેઝલબીચ વચ્ચેના રસ્તા પર એક ઘટના બની છે. જેણે દરેકને ચોંકાવી દીધા છે. પ્રત્યક્ષ ઘટના જાેનારા લોકોએ જણાવ્યા અનુસાર-લોકોએ જાેયું કે વેલ્સના રસ્તા પર ઘણા મૃત પક્ષીઓ રસ્તા પર મરેલા પડેલા છે.

વેલ્સમાં અચાનક ૨૦૦થી વધુ પક્ષીઓ રસ્તા પર મૃત હાલતમાં જાેવા મળ્યા. રોડ પર કારમાં જતા લોકો પણ આ જાેઈને દંગ રહી ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ અકસ્માત કેવી રીતે થયો તેની કોઈને ખબર નથી.

અહેવાલ મુજબ વેલ્સના પેમ્બ્રોકશાયરમાં વોટરસ્ટોનથી હેઝલબીચ વચ્ચેના રસ્તા પર એક એવી ઘટના બની છે જેણે બધાને ચોંકાવી દીધા છે. લોકોના જણાવ્યા અનુસાર- તેણે જાેયું કે વેલ્સમાં રસ્તા પર ઘણા મૃત પક્ષીઓ રસ્તા પર પડેલા છે. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, નજીકના ડ્રેગન ગેસ કંપનીના પ્લાન્ટમાં લીક થવાને કારણે આવું થયું છે પરંતુ વેલ્સ ઓનલાઈનના અહેવાલ મુજબ દરેક જણ સંમત નથી.

વેલ્સ ઓનલાઈન સાથે વાત કરતા માઈકેલા પ્રિચર્ડ નામની મહિલાએ કહ્યું કે, તે રસ્તા પર પહોંચતા જ તેણે આ નજારો જાેયો અને તે તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી. કારણ કે તેને આ નજારો ખૂબ જ ડરામણો લાગ્યો. તેણે કહ્યું કે તે ૮ વાગે ત્યાં પહોંચી ત્યાં સુધીમાં પક્ષી મરી ચૂક્યા હતા.

બીજી તરફ ઈયાન મેકએફ્રે નામના વ્યક્તિએ જણાવ્યું કે, તેણે જાેરદાર અવાજ સાંભળ્યો. જેના પછી આકાશમાંથી પક્ષીઓ પડવા લાગ્યા. તેણે કહ્યું કે, અવાજ વીજળી જેટલો મોટો નહોતો, પણ તેના જેવો જ હતો. અવાજની ક્ષણો પછી લગભગ ૫ પક્ષીઓ તેની કારના બોનેટ પર અને ૬ જેટલાં જમીન પર પડ્યાં.

ઘટના સ્થળની નજીક રહેતી ક્લે ઈટન નામની મહિલાએ જણાવ્યું કે, તે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ તેના કૂતરાને ફરવા લઈ જતી હતી, ત્યારે અચાનક તેને જાેરદાર અવાજ સંભળાયો. તેણીએ જણાવ્યું કે, તે પોતાની સાથે એક ઘાયલ પક્ષી ઘરે લાવી હતી. જેનો જીવ બચી ગયો હતો. ડ્રેગન ન્દ્ગય્ કંપનીએ કહ્યું કે, તેમના પ્લાન્ટમાં કંઈ અજુગતું થયું નથી, જેનાથી એવું ન કહી શકાય કે પક્ષી તેના કારણે મૃત્યુ પામ્યા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.