આજે પાંચમા તબક્કામાં ૪૯ બેઠકો પર મતદાન શરૂ થયું
પાંચમા તબક્કામાં રાજનાથ સિંહ, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત ઘણા હાઈ-પ્રોફાઈલ ચહેરાનો સમાવેશ
(એજન્સી)નવી દિલ્હી, લોકસભા ૨૦૨૪ની ચૂંટણી અત્યાર સુધીમાં ચાર તબક્કાનું મતદાન થઈ ચૂંક્યું છે. અને પાંચમા તબક્કાનું મતદાન સોમવાર (૨૦મી મે)એ થયું છે. ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શનિવારે શાંત થઈ ગયા છે. પાંચમા તબક્કામાં જે ઉમેદવારોનું ભાવિ દાવ પર છે તેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત ઘણા હાઈ-પ્રોફાઈલ ચહેરાઓનો સમાવેશ થાય છે.
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં સાત તબક્કામાંથી ચાર તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે હવે પાંચમા તબક્કાનું મતદાન સોમવારે (૨૦મેએ) થવાનું છે. જેમાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૯ બેઠકો માટે મતદાન થશે. આ રાજ્યોમાંથી ૬૯૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
ઉત્તર પ્રદેશની લખનઉ લોકસભા બેઠક આ ચૂંટણીમાં લોકપ્રિય બેઠક બની રહી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રાજનાથ સિંહે આ બેઠક જીતી હતી. ૨૦૧૯માં આ બેઠક પર ૫૪.૭૮ ટકા મતદાન નોંધાયું હતું. સમાજવાદી પાર્ટી એ રવિદાસ મેહરોત્રાને જ્યારે બહુજન સમાજ પાર્ટી એ સરવર મલિકને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં રાયબરેલી લોકસભા બેઠક સૌથી ચર્ચિત બેઠકોમાંથી એક છે. રાજ્યની આ એકમાત્ર બેઠક છે જ્યાં ૨૦૧૯માં કોંગ્રેસ જીતી હતી. ત્યારે સોનિયા ગાંધી અહીંથી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. સોનિયા હવે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. લાંબી રાહ જોયા બાદ કોંગ્રેસે રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે અહીં દિનેશ પ્રતાપ સિંહને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. સ્ન્ઝ્ર દિનેશ પ્રતાપ હાલમાં યોગી સરકારમાં મંત્રી છે. ૨૦૧૯માં કોંગ્રેસના સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક પર ભાજપના દિનેશ પ્રતાપને હરાવ્યા હતા. ગત ચૂંટણીમાં અહીં ૫૪.૦૮ ટકા મતદાન થયું હતું.
કેન્દ્રીય મંત્રી અને અમેઠીના હાલના સાંસદ સ્મૃતિ ઈરાની ફરી એકવાર અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. નોમિનેશનના છેલ્લા દિવસે કોંગ્રેસે ગાંધી પરિવારના નજીકના કેએલ શર્માને આ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. બસપાએ અહીં નન્હે સિંહ ચૌહાણને પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. ૨૦૧૯માં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં અહીં ૫૪.૦૮ ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
બિહારની હાજીપુર લોકસભા બેઠક આ ચૂંટણીની લોકપ્રિય બેઠકોમાંથી એક છે. અહીંથી એલજેપી (આર)ના ચિરાગ પાસવાન દ્ગડ્ઢછ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આરજેડીએ હાજીપુર બેઠક પર શિવચંદ્ર રામને ટિકિટ આપી છે. શિવચંદ્ર બિહાર સરકારમાં ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે.