ઘર પાસે પાણી નાખવા જેવી નજીવી બાબતે મહિલાની હત્યા

સોહાના ઉર્ફે સમિના રિફાકતે મિનાઝની હત્યા કરી નાખી હતી
વડોદરા, વડોદરામાં સતત વધતી હત્યાની ઘટનાઓએ લોકોને હચમચાવી દીધા છે. ત્યારે બે દિવસ અગાઉ શહેરમાં મિનાઝ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં જે વ્યક્તિએ મહિલાની હત્યા કરી છે તે પણ એક મહિલા જ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે હત્યારી મહિલાની તપાસ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. વડોદરા પોલીસે સોહાના ઉર્ફે સમિના રિફાકત નામની મહિલાની ધરપકડ કરી છે. પોલીસ હવે આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડની માગણી કરશે જેમાં પણ ઘણાં ચોકાવનારા ખુલ્સા થઈ શકે છે.
આડા સંબંધોની શંકા અને પછી ઘર પાસે પાણી નાખવા જેવી બાબતે બન્ને મહિલાઓ વચ્ચે ભારે ઝઘડો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ વડોદરાના શહેરના કારેલીબાગ વિસ્તારમાં મહિલા પોલીસ સ્ટેશનની સામે રહેતી મિનાઝ નામની મહિલાની હત્યાના કેસમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મિનાઝની તેની પાડોશમાં જ રહેતી સોહાના ઉર્ફે સમિના રિફાકત નામની મહિલાએ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. મિનાઝને સોહાનાના પતિ સાથે આડા સંબંધ હોવાની શંકા હતી અને બે દિવસ પહેલા પાણી નાખવા જેવી સામાન્ય બાબતે લઈને બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. રિપોર્ટ્સ મુજબ સોહાના- બન્ને મહિલાઓ વચ્ચે ઘર પાસે બનેલી તકરારમાં મારામારી પણ થઈ હતી.
જે બાદ મિનાઝની સોહાનાએ તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી હતી. આ મામલ કારેલીબાગ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને હત્યારી સોહાનાને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ઘરી હતી.
આ ઘટનામાં સોહાનાની શનિવારે રાત્રે વડોદરા પોલીસે ધરપકડ કરી લીધી છે. આ હત્યા કેસમાં પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે અને હવે રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.