Western Times News

Gujarati News

કોવિડના દર્દીઓના ક્લેમ મંજૂર કરવામાં વીમા કંપનીના ગલ્લાંતલ્લાં

અમદાવાદ, Health Insurance કંપનીઓ Covid માટેની Special Policy વેચતી વખતે ગ્રાહકોને મોટા મોટા વચનો આપે છે, પરંતુ ક્લેમ કરવામાં આવે ત્યારે જાતજાતના બહાના કાઢીને ક્લેમ નામંજૂર કરતી હોય તેવું જાેવા મળ્યું છે.

Covid ના દર્દીઓ જ્યારે સારવારના ખર્ચ માટે ક્લેમ કરે ત્યારે વીમા કંપનીઓ કોઈને કોઈ બહાના કાઢીને ક્લેમ નકારી કાઢવાનું પસંદ કરતી હોય તેવા ઘણા કિસ્સા ગ્રાહક પંચ સમક્ષ આવ્યા છે. જાણકારોના કહેવા પ્રમાણે કોવિડના કેસમાં નાણાં રિઇમ્બર્સ કરવામાં વીમા કંપનીઓ ગલ્લાંતલ્લાં કરે છે.

મોટા ભાગના કેસમાં વીમા કંપનીઓ એવું કહી દે છે કે દર્દીને કોવિડના હળવા લક્ષણો હતા અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન હતી. એક દર્દીને હોમ આઈસોલેશનમાં મેળવેલી સારવાર બદલ પણ ક્લેમ મંજૂર કકરવામાં આવ્યો ન હતો અને વીમા કંપનીએ એવો દાવો કર્યો હતો કે તે હોસ્પિટલમાં દાખલ થયા ન હતા તેથી ક્લેમ મંજૂર થઈ ન શકે.

પાટણના રસિકભાઈ સોલંકીને ઓક્ટોબર ૨૦૨૦માં કોવિડ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં તેમને એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

તેમણે future generali ઇન્શ્યોરન્સ કંપની પાસેથી ‘કોરોના રક્ષક’ નામે એક સ્પેશિયલ કવર લીધું હતું પરંતુ તેમનો ક્લેમ એમ કહીને નકારી કાઢવામાં આવ્યો કે તેમને કોવિડના હળવાં લક્ષણો હતા તેથી હોસ્પિટલાઈઝેશનની જરૂર ન હતી. તેઓ ઘરમાં જ સારવાર કરાવી શક્યા હોત. જાેકે, રસિકભાઈ વીમા કંપનીને પાટણ ગ્રાહક ફરિયાદ નિવારણ પંચમાં લઈ ગયા અને પંચે તેમને મેડિક્લેમની ફૂલ ચુકવણી કરવા વીમા કંપનીને આદેશ આપ્યો.

ખેડાના અમિત દવેનો કેસ પણ આવો જ છે. તેમને કોવિડના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જેમાં અઢી લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમનો ક્લેમ પણ રિજેક્ટ કરાયો હતો, પરંતુ જિલ્લા કમિશને કોરોના રક્ષક પોલિસીના કારણે તેમને સંપૂર્ણ રકમ રિઇમ્બર્સ કરવા વીમા કંપનીને આદેશ આપ્યો હતો.

વીમા કંપનીએ આ ઓર્ડરને પડકારીને દલીલ કરી કે દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર ન હતી. પરંતુ આ દલીલ ફગાવી દેવાઈ હતી. રાજકોટના શિવ મેનનને અલગ પ્રકારનો અનુભવ થયો હતો. તેમને ઓગસ્ટ ૨૦૨૦માં કોવિડ થયો હતો. તેમને કોઈ હોસ્પિટલમાં બેડ ન મળતા હોમ આઈસોલેશનમાં રહીને સારવાર કરાવવી પડી. તેમણે એપોલો મ્યુનિક હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી હેલ્થ પોલિસી લીધી હતી.

તેઓ સાજા થઈ ગયા ત્યાર બાદ રૂ. ૨૩,૪૦૦ રૂપિયાનો ક્લેમ મુક્યો પરંતુ વીમા કંપનીએ આ ક્લેમ ફગાવી દીધો. વીમા કંપનીએ દલીલ કરી કે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા ન હતા અને ઘરમાં જ સારવાર લીધી હતી તેથી તેમનો ક્લેમ મંજૂર કરી ન શકાય.

મેનન આ વીમા કંપનીને રાજકોટ ગ્રાહક પંચમાં લઈ ગયા પંચે દર્દીની ફેવરમાં ચુકાદો આપીને તેમને સંપૂર્ણ રકમ ચુકવવા તથા માનસિક તણાવ બદલ ૬૦૦૦ રૂપિયાનું વળતર ચુકવવા વીમા કંપનીને આદેશ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.