આમિરની પુત્રી છેલ્લા ચાર વર્ષથી ડિપ્રેશન સામે લડે છે
મુંબઈ: બોલિવૂડના એક્ટર આમિર ખાનની દીકરી ઈરા ખાને સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોને જોઈને સૌ કોઈ હેરાન અને પરેશાન રહી ગયા છે. વિડીયો દ્વારા આમિર ખાનની દીકરી જણાવી રહી છે કે તે ડિપ્રેશનની સમસ્યાથી લડી રહી છે. છેલ્લા ચાર વર્ષોથી તે ડિપ્રેશનની સમસ્યાથી લડી રહી છે.
સોશિયલ મીડિયા પર ઈરાનો આ વિડીયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય રહેનારી ઈરા ખાને આ વખતે પોતાના કન્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો છે. મેન્ટલ હેલ્થ ડેના અવસરે તેણે પોતાની જિંદગીનું દર્દ સમગ્ર દુનિયા સાથે શેર કર્યું છે. તેણે હિંમત કરીને બધું જણાવી દીધું છે.
વિડીયોમાં ઈરા કહીરહી છે. હેલો હું ડિપ્રેસ્ડ છું. છેલ્લા ચાર વર્ષોથી. હું ડોક્ટરને બતાવી રહી છું. અત્યારે આ સમયે સારી છું. છેલ્લા લાંબા સમયથી હું મેન્ટલ હેલ્થ પર કંઈક કરવા ઈચ્છતી હતી. પરંતુ સમજાઈ નહોતું રહ્યું કે શું કરું.’ હવે આ વિડીયો દ્વારા ઈરા કહી રહી છે કે તે તમામ એવા લોકોને પોતાની જિંદગીની જર્ની પર લઈ જવા ઈચ્છે છે જ્યાં તે ડિપ્રેસનથી એક અલગ જંગ લડી રહી છે.
વિડીયોના અંતમાં ઈરા એક સવાલ છોડી જાય છે- મારી પાસે બધુ જ છે છતાં હું ડિપ્રેસ્ડ કેમ છું? ઈરા ખાનના આ વિડીયો પર ઘણા પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે. બધા લોકો ઈરાની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. પોતાના ડિપ્રેશન વિશે ખુલીને બોલવું સરળ નથી.
પરંતુ ઈરાએ આ વાત કરી અને તેને કોઈ પ્રકારનો સંકોચ પણ નથી. તે બધા લોકો પાસેથી કદાચ આવી જ આશા રાખે છે કે તમામ લોકો મેન્ટલ હેલ્થના મહત્વને સમજી શકશે. હાલમાં જ ઈરા ખાને ટૈટૂ બનાવતો પોતાનો એક વિડીયો શેર કર્યો હતો. વિડીયોમાં ઈરા પોતાના ટ્રેનરના હાથ પર ટૈટૂ બનાવી રહી હતી.
આ વિડીયો સાથે ઈરાએ જણાવ્યું હતું કે તે ટૈટૂ આર્ટિસ્ટ બની શકે છે. તે આ કામને પણ એક કરિયર તરીકે જોઈ રહી છે. પરંતુ તે વિડીયોના કારણે આમિર ખાનની દીકરીને ટ્રોલ થવું પડ્યું હતું. કેટલાક લોકોએ તેને ઈસ્લામ વિરુદ્ધ બતવી દીધું હતું.