આર્મીમેનની માતાને મહિલા ઠગ છેતરી પલાયન થઈ ગઈ
સોનાના ઘરેણા, રોકડ તથા અગત્યના દસ્તાવેજા લઈ જતાં બાપુનગર
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : આર્મીમેનની માતાને પેન્શન અપાવવાની લાલચ આપી એક મહિલા ઠગ સોનાના ઘરેણા, રોકડ રકમ અને અન્ય મહત્વના દસ્તાવેજા લઈ ફરાર થઈ જતાં બાપુનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સાધનો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી કયારે આ અંગેની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસીગ બોર્ડના મકાનમાં રહેતા હતા ચારૂમતીબેનને માધવન પોતાના પુત્ર આર્મીમાં ફરજ બજાવે છે.
ગઈકાલે સવારે ૧ર વાગ્યાના સુમારે ચારૂમતીબેન એકલા હતા ત્યારે એક મહિલા તેમના ઘરે આવી હતી. અને પોતાનું નામ રેખાબેન પટેલ હોવાનું જણાવી કહ્યું હતું કે તે વિધવા સરકારી પેન્શન અપાવવાનું કામ કરે છે. આ મહિલા રેખાબેન પટેલની વાતોમાં ચારૂમતીબન ફસાઈ ગયા હતા.
ત્યારબાદ રેખાબેન પટેલ ચારૂમતીબેનને બાપુનગર બાપુનગરથી લઈ રીક્ષામાં બેસાડી જુદી જુદી જગ્યાએ ફેરવ્યા હતા. આ પછી પાલડી વિસ્તારમાં આવેલી સુશ્રુત હોસ્પિટલમાં રીપોર્ટ કરાવો પડશે. તેવું કહી પાલડી તરફ પણ લઈ ગઈ હતી. આ દરમ્યાન રેખાબેન પટેલે ચારમતીબેનને કહ્યું હતું કે હોસ્પિટલની તપાસણી વખતે તમારે પહેરેલો ઘરેણા કાઢી નાંખવા પડશે.
ચારૂમતીબેનને પોતાની બે સોનાની બંગડી,બુટી, ચેન, રૂ.પ હજારની રોકડ રકમ સહિત પાકીટ તેમજ આધારકાર્ડ,પાનકાર્ડ, તથા તેમના દીકરાનું આર્મી કેન્ટીનનું સ્માર્ટ કાર્ડ સાથેના દસ્તાવેજા આ મહિલાને સોપ્યા હતા.
ચારૂમતીબેન પોતાના મેડીકલ ચેકઅપની રાહ જાઈ રહયા હતા તે દરમ્યાન મહિલા ઢગ રેખાબેન પટેલ ચારૂમતીબેનની નજર ચુકવી સોનાના ઘરેણા,રોકડ તથા અન્ય અગત્યના દસ્તાવેજા લઈ ફરાર થઈ ગઈ હતી. ચારૂમતીબેનને ઘણીવાર રાહ જાયા પછી પણ મહિલા ઠગ કયાંય ન દેખાતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.આમ તેમને બાપુનગર પહોચી પોલીસ સ્ટેશનમાં આ અંગે રેખાબેન પટેલ નામની મહિલા સાથે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.