Western Times News

Gujarati News

મણીનગરમાંથી આગળ પાછળ અલગ નંબરવાળી રીક્ષા ઝડપાઈ

પ્રાથમિક પૂછપરછમાં વૃદ્ધ ડ્રાઈવરે  : ઈ મેમોથી બચવા અલગ નંબર પ્લેટ લગાવી હોવાનું કબુલ્યુ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા ઈ મેમોનુ ચલણ શરૂ કરવામાં આવ્યુ છે ત્યારથી નિતિ નિયમો ન પાળનારા લોકમા ફફડાટ ફેલાયો છે અને કેમેરાની ઝપટે ન ચડવા તથા ઈ મેમોથી બચવા માટે વાહન ચાલકો અવનવા ગતકડં કરી રહ્યા છે વાહનોની નંબર પ્લેટો ખૂણામાંથી વાળી દેવી કે નંબર પ્લેટ પર કલર કે ટિકર લગાવા જેવા લોકો અપનાવીરહ્યા છે આ સ્થિતિ  વાહનચેકીગ દરમિયાન પોલીસે અલગ અલગ નંબર પ્લેટ વાલી રીક્ષાની અટક કરી છે.

મૂળ સાબરકાઠાના રહેવાસી વૃદ્ધ સતીષ હિમ્મતલાલ પંડ્યા ૬૧ જવાહર ચોક મણીગનર ખાતે રહે છે અને જમાલપુર પ્રભુજીતી ખડકીમાં રહેતા સાબીર ફરીદ મોહમદ જમાદાર એક શખ્સની રીક્ષા ભાડેથી ચલાવી પોતાનુ ગુજરાન ચલાવે છે ગઈકાલે મણીનગર પોલીસ રૂટીન ચેકીગ માટે ઉત્તમનગર ગાર્ડ નજીક ઉભા હતા.

ત્યા પાચ વાગ્યાના સુમારે વૃદ્ધ સતીષભાઈ રીક્ષા લઈને નીકળ્યા હતા ફરજ પર હાજર પોલીખ્‌ની નજર પડતાં રીક્ષાની નંબર પ્લેટમા કઈક અજુગતુ લાગ્યુ હતુ જેથી રીક્ષા રોકવાની તપાસ કરરતા રીક્ષાના રજીસ્ટ્રેશન નંબરની સીરીજ આગળ પાછળ તરફ અલગ મળી આવી હતી જે અંગે સતીષભાઈની પૂછપરછ કરતાં ઈમેમોથી બચવા માટે તેમણે બંને તરફ અલગ નંબર પ્લેટ રાખી હોવાનુ કબૂલ્યુ હતુ જેથી પોલીસે સોફટવેરના ઉપયોગથી રીક્ષાનો અસલી બર શોધ્યો હતો ઉપરાંત ખોટી નંબર પ્લેટ લગાવીને રીક્ષા ચલાવવા માટે ડ્રાઈવર સતીષભાઈ વિરુદ્ધ છેતરપીડી તથા અન્ય ગુનો નોધ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.