Western Times News

Gujarati News

કોમેડીના નામે અશ્લિલતા ફેલાવવાના આરોપી રૈના સહિત 5 કોમેડિયનને ત્રણ-ત્રણ લાખનો દંડ

બીજાનું સન્માન કરશો એટલુ સન્માન મેળવશો ઃ કોર્ટ

અન્ય આરોપીઓમાં વિપુલ ગોયલ, બલરાજ પરમજીત, સોનાલી ઠક્કર, નિશાંત તંવરનો સમાવેશ દિવ્યાંગોનું અપમાન

નવી દિલ્હી,કોમેડીના નામે અશ્લિલતા ફેલાવવાના આરોપી કોમેડિયન સમય રૈના સહિત પાંચ આરોપીઓની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી હતી. સાથે જ પાંચેયને ત્રણ-ત્રણ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યાે હતો. અન્ય આરોપીઓમાં વિપુલ ગોયલ, બલરાજ પરમજીત, સોનાલી ઠક્કર, નિશાંત તંવરનો સમાવેશ થાય છે.

સુપ્રીમે કરેલા આદેશનું પાલન ના કરવા બદલ આ દંડ કરાયો છે.દિવ્યાંગોને શોમાં સામેલ કરવા, તેમના માટે ફંડ એકઠુ કરવા અને માફી માગવાના આદેશનું પાલન ના થતા દંડ ફટકારાયોકોમેડિયન સમય રૈના સામે સુપ્રીમમાં એક અરજી થઇ હતી જેમાં દાવો કરાયો હતો કે સમય રૈનાએ પોતાના શોમાં દિવ્યાંગો અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેથી સુપ્રીમ કોર્ટે રૈનાને પોતાના શોમાં દિવ્યાંગોને સામેલ કરવા આદેશ કર્યાે હતો.

પરંતુ આ આદેશનું પાલન ના થતા હવે તમામ આરોપી કોમેડિયનને ત્રણ-ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુપ્રીમે નોંધ્યું હતું કે અમારા આદેશમાં અમે સ્પષ્ટતા કરી હતી કે શોમાં દિવ્યાંગોને બોલાવવામાં આવે અને એસએમએથી પીડિત લોકોની સારવાર માટે ફન્ડ એકઠુ કરવામાં આવે. સાથે જ તમામને પોતાના શોમાં માફી માગવા પણ કહ્યું હતું. જોકે અમને એવુ લાગી રહ્યું છે કે આરોપીઓ કોર્ટને બહુ જ હળવાશથી લઇ રહ્યા છે.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ટકોર કરતા કહ્યું હતું કે આ મામલાના આરોપીઓને એવુ લાગી રહ્યું છે કે તેઓ દેશની બહાર રહીને કઇ પણ કરી શકશે. સમય રૈનાએ કોર્ટને ગંભીરતાથી નથી લીધી, અમારા આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

સમય રૈનાની સાથે સુપ્રીમ કોર્ટે યુટયુબર રણવીર અલાહાબાદિયાને પણ ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે આ બન્ને પોતાને યુવાનોનો આદર્શ સમજે છે પરંતુ અમને એ નથી સમજાતું કે આ કેવા પ્રકારના યુથ આઇકોન છે?સુપ્રીમે કહ્યું હતું કે સમય રૈનાએ કોર્ટને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યાે છે. એવુ કહેવામાં આવ્યું કે ગઇ કાલે એક સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું હતું જ્યારે વાસ્તવમાં કોઇ જ સોગંદનામુ દાખલ નથી કરાયું. સુપ્રીમ કોર્ટે હાલ તમામ આરોપીઓને બે સપ્તાહમાં દંડની રકમ જમા કરવા કહ્યું છે, જો આ આદેશનુ પણ પાલન કરવામાં નહીં આવે તો દંડની રકમ વધતી જશે.

સુપ્રીમે સમય રૈનાને કડક શબ્દોમાં કહ્યું હતું કે સમાજના લોકોનું કઇ રીતે સન્માન જાળવવું તેની જો તમને જાણકારી ના હોય તો પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.એક આર્ટિસ્ટ તરીકે તમે જાહેર જીવન સાથે જોડાયેલા હોવ છો, જેમાં તમારે લોકોનું સન્માન જાળવવું પણ એટલુ જ જરૂરી છે, જેટલુ બીજાનું સન્માન કરશો એટલુ સન્માન મેળવશો.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.