Western Times News

Gujarati News

અમેરિકા-ઈરાન યુદ્ધથી ભારતનો જીડીપી ૧.૨ ટકા ગગડયો

ભારતની વેપાર ખાધ ૨૫થી ૩૦ અબજ ડોલર વધશે

બંને દેશના યુદ્ધમાં છેલ્લા સાડા ચાર મહિનામાં કુલ ૩૦ ભારતીયોનાં મોત થયા : મીડિયા રિપોટ્‌ર્સમાં દાવો

દુબઈ/તહેરાન,પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત યુદ્ધ શરૂ થઈ જતાં ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરવાની જાહેરાત કરી છે ત્યારે ઈરાનની ચેતવણી અવગણીને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા યુએઈના બે જહાજ પર આઈઆરજીસીએ ગોળીબાર કર્યાે હતો, જેમાં એક ભારતીયનું મોત નીપજ્યું હતું અને ૧૦થી વધુ ઘાયલ થયા હતા. અમેરિકા અને ઈરાન બંને સાથે ભારતને સારા સંબંધો છે. ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર ખામેનેઈના જનાજામાં ભારતીય પ્રતિનિધિઓ પ્રાર્થના કરે છે જ્યારે ઈરાન ભારતીય નાવિકો પર હુમલા કરે છે.

બીજીબાજુ ટ્રમ્પ પીએમ મોદીને સારા મિત્ર ગણાવે છે જ્યારે અમેરિકા પણ ભારતીય જહાજો પર હુમલા કરતા અચકાતું નથી અને ભારત તેની સામે કશું બોલી શકતું નથી. આમ, નેતાઓ બંને દેશો સાથે સારા સંબંધો રાખવાનું જનતાને મોંઘું પડી રહ્યું છે. અમેરિકા અને ઈરાનના આ યુદ્ધના કારણે ભારતનો જીડીપી ૧.૨ ટકા જેટલો ગગડી ગયો છે.દુનિયાના સૌથી વ્યસ્ત વ્યાપારિક માર્ગાેમાંના એક હોર્મુઝની ખાડી પર પોતાનું પ્રભુત્વ હોવાનો દાવો કરતા ઈરાને બધા જ જહાજો માટે હોર્મુઝ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિમાં યુએઈના બે કોમર્શિયલ વેસેલ્સ એઆઈ બહિયા અને એમટી મોમ્બાસા હોર્મુઝમાંથી પસાર થતા હતા. આ બંને જહાજો પર કુલ ૩૦ ભારતીય નાવિકો સવાર હતા.

ઓઈલ ટેન્કર પર ઈરાનના હુમલામાં એક ભારતીયે જીવ ગુમાવ્યો હતો અને અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ચારની સ્થિતિ ગંભીર છે. ઈજાગ્રસ્તોમાં બે યુક્રેનના નાગરિકનો સમાવેશ થાય છે.ઈરાનના હુમલામાં ભારતીય નાવિકના મોતનો ભારતીય વિદેશ મંત્રાલયે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂતને સમન્સ પાઠવી ખુલાસો માગ્યો હતો. અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુÙઆરીએ ઈરાન પર હુમલો કર્યા પછી શરૂ થયેલા યુદ્ધમાં છેલ્લા સાડા ચાર મહિનામાં વિવિધ હુમલામાં કુલ ૧૩ ભારતીયોનાં મોત થયા છે તેમ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.મંત્રાલયે ઉમેર્યું કે, કે, યુએઈના બંને જહાજ પર કુલ ૪૬ ક્‰ હતા, જેમાંથી ૩૦ ભારતીય હતા. અમેરિકા અને ઈરાનના યુદ્ધના કારણે હોર્મુઝની ખાડી અને ફારસની ખાડીમાં કામ કરી રહેલા ભારતીય નાવિકોએ ભારે કિંમત ચૂકવવી પડી રહી છે.

કેટલાક મીડિયા અહેવાલ મુજબ બંને દેશના યુદ્ધમાં છેલ્લા સાડા ચાર મહિનામાં કુલ ૩૦ ભારતીયોનાં મોત થયા છે. હોર્મુઝની ખાડી નજીક જહાજો પર હુમલામાં ૨૨નાં મોત થયા છે જ્યારે જહાજમાં આગ લાગવા અને ડૂબી જવાથી આઠ ભારતીયોએ જીવ ગુમાવ્યો છે. આઈએફપીઆરઆઈના રિપોર્ટ મુજબ અમેરિકા અને ઈરાનના યુદ્ધની ભારતીય અર્થતંત્ર પર ભારે નકારાત્મક અસર થઈ છે.યુદ્ધના કારણે ભારતીય જીડીપી ૦.૮ ટકાથી ૧.૨ ટકા સુધી ગગડયો હતો. સ્થાનિક અર્થતંત્રમાં પણ ૧.૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ક્‰ડ ઓઈલના ભાવ વધવાના પગલે દેશમાં મોંઘવારીમાં ૧.૮ ટકાથી ૨.૫ ટકાનો વધારો થયો છે.

ભારતનું ક્‰ડ ઓઈલનું આયાત બિલ પહેલાંની સરખામણીમાં ૨૫થી ૩૦ ટકા વધી ગયું છે.વધુમાં સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીની ઈન્સ્ટિટયૂટ ઓફ સાઉથ એશિયન સ્ટડીઝના રિપોર્ટ મુજબ આ યુદ્ધના પગલે ભારતની વેપાર ખાધ ૨૫થી ૩૦ અબજ ડોલર વધી શકે છે જ્યારે ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૧.૨ ટકાથી વધીને ૨.૫ ટકા સુધી પહોંચી શકે છે. વિદેશી હુંડિયામણનો ભંડાર ૨૦-૨૫ અબજ ડોલર સુધી ઘટી શકે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.