Western Times News

Gujarati News

ભારે વરસાદ-પવનના કારણે રપ૦૦ વૃક્ષ ધરાશયી

Fill Photo

ખાનગી કંપનીઓ ખોદકામ સમયે ધ્યાન રાખતી નથીઃ જીગ્નેશ પટેલ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દસ લાખ વૃક્ષ લગાવવામાં માટે આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસથી ૩૧ ઓગષ્ટ સુધી મ્યુનિ. કોર્પોરેશનની પ્રોમાઈસીસ તથા ખાનગી પ્લોટોમાં મનપા અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા છોડ નાના હોવાથી લઈને બાર ફૂટ ઉંચાઈના વૃક્ષ પણ લગાવવામાં આવશે.
મ્યુનિ. કોર્પોરેશન દર વર્ષે ચોમાસાની સીઝનમાં એક લાખ રોપા લગાવે છે. જે પૈકી માંડ ર૦ ટકા રોપા બચે છે. યોગ્ય માવજત અને જાળવણીના અભાવે ૮૦ ટકા રોપા બળી જાય છે.

તદ્દઉપરાંત ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદ કે વાવાઝોડામાંપણ નાના-મોટા ઝાડ તૂટી જાય છે. શહેરમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન વરસાદ-વાવાઝોડાના કારણે રપ૦૦ જેટલા વૃક્ષ પડી ગયા છે. મ્યુનિ. કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા દર વર્ષે વરસાદની સીઝનમાં એક લાખ રોપા લગાવવામાં આવે છે. પરંતુ તેની સામે માંડ ર૦ ટકા વૃક્ષ બચી જાય છે. જયારે ચોમાસાની સીઝનમાં વરસાદ અને પવનના કારણે દર વર્ષે એક હજાર જેટલા વૃક્ષ પડી જાય છે. ર૦૧૭ ના વર્ષમાં૧૪૩૦ વૃક્ષ પડી ગયા હતા.

ર૦૧૮માં ૭૪પ વૃક્ષ પડી ગયા હતા જયારે ચાલુ વર્ષે માત્ર બે દિવસના વરસાદમાં જ રપ૦ કરતા વધારે ઝાડ નામશેષ થઈ ગયા છે. ગત રવિવાર મોડી રાત્રે જ ૧૮૦કરતા પણ વધારે વૃક્ષ તૂટી ગયા હતા.  આમ છેલ્લા બે-ત્રણ વર્ષમાં જ રપ૦૦ જેટલા વૃક્ષ તૂટી ગયા છે.સુત્રોના જણાવ્યા મુજબ રવિવારની રાત્રે જે ૧૮૩ વૃક્ષ તૂટી ગયા હતા તે પૈકી દક્ષિણઝોનમાં સૌથી વધુ પ૦ વૃક્ષ નામશેષ થયા છે. ભારે વરસાદ કે પવનના કારણે જે વૃક્ષ તૂટી જાય છે તે પૈકી ર૦ ટકા વૃક્ષની ઉંમર ૪૦ વર્ષ કે તેથી વધુ હોય છે. જયારે ૮૦ ટકા વૃક્ષની ઉંમર આઠથી દસ વર્ષ સુધીની હોય છે.

વરસાદ કે પવન ના કારણે વૃક્ષો તૂટી પડવા માટે અનેક કારણો છે.  જેમાં આડેધડ થઈ રહેલ ખોદકામ મુખ્ય કારણ છે. મ્યુનિ. કોર્પોરેશન તથા ખાનગી કંપનીઓ ખોદકામ કરતા સમયે વૃક્ષના મુળ ને તોડી પાડે છે. અથવા તેને નબળા પાડે છે. જેના કારણે વૃક્ષ તૂટી જવાની સંખ્યા વધી રહી છે.  ખાનગી કંપનીઓને ખોદકામ પરમીટ આપતા સમયે આ અંગેની શરતો નકકી કરવી જરૂરી છે. તેવી જ રીતે ચોમાસા પહેલા મોટા ઝાડના ટ્રીમીંગ કરવા જરૂરી છે. આ વર્ષે દસ લાખ રોપા લગાવવાની લ્હાયમાં સમયસર ટ્રીમીંગ થયા નથી. તથા બે ઝોનને બાદ કરતા તમામ ઝોનમાં ટ્રીમીંગ બાકી છે. તેમ સુત્રો એ વધુમાં જણાવ્યું હતું.

શહેરમાં એક તરફમોટા વૃક્ષ ધરાશયી થઈ રહયા છે. બીજી તરફ મનપા દ્વારા દસ લાખ વૃક્ષ લગાવવામાં આવી રહયા છે. પાંચ જુનથી શરૂ કરવામાં આવેલ મીશન મીલીપત ટ્રીઝ” અંતર્ગત ૮૦ હજાર વૃક્ષ લગાવવામાં આવ્યા છે. રીક્રીએશન કમીટી ચેરમેન જીગ્નેશભાઈ પટેલના જણાવ્યા મુબજ સદ્દર પ્રોજેકટ અંતર્ગત ૩૧ ઓગષ્ટ સુધી ૧૦૦ ટકા લક્ષ્યાંક કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન તથા ખાનગી માલિકીની જગ્યામાં રોપા લગાવવામાં આવશે.

જેની માવજતની જવાબદારી સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા લેવામાં આવી રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ કરવામાં આવેલ સદ્દર પ્રોજેકટ અંતર્ગત આઠ ટકા લક્ષ્યાંક પૂર્ણ થયો છે. શહેરના સાત ઝોનમાં પ૪ હજાર ફૂલના છોડ અને ર૬ હજાર મોટા રોપા (વૃક્ષ) લગાવવામાં આવ્યા છે. શહેરના મધ્યઝોનમાં ૧પ૦ ફૂલ છોડ તથા ૭૦૭મોટા રોપા લગાવવામાં આવ્યા છે.

વૃક્ષારોપણમાં પશ્ચિમઝોન મોખરે છે. પશ્ચિમઝોનમાં ૩ર હજાર ફૂલ છોડ અને ૬ હજાર મોટા રોપા લગાવવામાં આવ્યા છે.

જેની ઉંચાઈ દસથી બાર ફૂટની છે. પૂર્વઝોનમાં ૧૧૦૦ નાના તથા ર૩૭૪ મોટા રોપા, ઉત્તરઝોનમાં૧૧પ૦૦નાના અને ર૭પ૩ મોટા રોપા દક્ષિણઝોનમાં ૯૦૦ નાના રોપા અને પ૧૦૦મોટા રોપા ઉત્તર-પશ્ચિમઝોનમાં ૬૪૮૦ નાના તથા ૮૮૮૭ મોટા તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં૧૮૦૦ નાના અને ૩ર૮ મોટા રોપા લગાવવામાં આવ્યા છે.

આમ મ્યુનિ. કોર્પોરેશન તથા ર૦ દિવસમાં ૮૦ હજાર નાના-મોટા રોપા લગાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રોપા લગાવવાની જવાબદારી પણ સ્વૈચ્છીક સંસ્થાઓને સોપવામાં આવી શકે છે. તથા દર વર્ષની જેમ ર૦-૩૦ ટકા નહી પરંતુ ૬૦ ટકા કરતા વધુ રોપા બચી જાય અને તેની યોગ્ય માવજત થાય તેનું ધ્યાન રાખવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અમદાવાદ શહેરમાં રવિવારે રાત્રે તોફાની પવન સાથે વરસાદ પડતાં વૃક્ષો ધરાશાયી થયા હતાં.

આ તમામ સ્થળોએ વૃક્ષોને કાપીને ખસેડવાની કામગીરી કોર્પાેરેશન તંત્ર દ્વારા  કરવામાં આવી રહી છે. ગઈકાલ મોડી રાત સુધી આ કામગીરી ચાલી છે. આ ઉપરાંત અન્ય ભયજનક ઝાડ અંગે પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. તેના પગલે આવા ઝાડોને પણ કાપી લેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.