‘આલ્ફા’માં બોબી દેઓલને Ai અને VFX ટેન્કોલોજીથી યુવાન બનાવાયો
ફિલ્મે અત્યાર સુધીમાં ૯૨.૭૫ કરોડથી વધુની કમાણી કરી
ટેન્કોલોજીનો ઉપયોગ માત્ર દર્શકોને ચોંકાવવા માટે નહીં, પરંતુ વાર્તાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો ઃ શિવ
મુંબઈ, આલિયા ભટ્ટ અને શર્વરીની યશ રાજ ફિલ્મ્સની સ્પાય થ્રિલર ‘આલ્ફા’ બોક્સ ઓફિસ પર ચાલી રહી છે. વિશ્વભરમાં ફિલ્મે અત્યાર સુધીમાં ૯૨.૭૫ કરોડથી વધુની કમાણી કરી છે. હવે ફિલ્મનાં સૌથી ચર્ચિત સીનમાંથી એક પાછળની ટેન્કોલોજી અંગે વાયએફએક્સ સ્ટુડિયોએ રસપ્રદ ખુલાસો કર્યાે છે. ફિલ્મમાં એક મહત્વના સીન દરમિયાન બોબી દેઓલના પાત્રને છૈં અને ફહ્લઠની મદદથી યુવાન દેખાડવામાં આવ્યું છે, જેમાં તેનો લૂક તેની ‘સોલ્જર’, ‘ગુપ્ત’ અને ‘બરસાત’ જેવી શરૂઆતની ફિલ્મોનાં દિવસોની યાદ અપાવે છે.
ફિલ્મનાં નિર્દેશક શિવ રાવેલે જણાવ્યું કે આ ટેન્કોલોજીનો ઉપયોગ માત્ર દર્શકોને ચોંકાવવા માટે નહીં, પરંતુ વાર્તાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “શરૂઆતથી જ અમને ખબર હતી કે આ માત્ર એક વિઝ્યુઅલ ઇફેક્ટ નથી. દર્શકોને વિશ્વાસ થવો જરૂરી હતો કે તેઓ પાત્રને તેના જીવનનાં એક ચોક્કસ સમયગાળામાં જોઈ રહ્યા છે. જો આ ભ્રમ સંપુર્ણ રીતે વિશ્વસનીય ન લાગ્યો હોત તો પાત્રની ભાવનાત્મક સફર અસરકારક બની ન શકેત. અમારો હેતુ ટેન્કોલોજીને સંપૂર્ણપણે અદૃશ્ય રાખવાનો હતો જેથી દર્શકોનું ધ્યાન માત્ર વાર્તા અને અભિનય પર જ રહે.
”બોબી દેઓલે આ અનુભવને યાદ કરતાં કહ્યું કે પોતાના ચહેરા પરથી વર્ષાે ગાયબ થતાં જોવું તેના માટે એક અનોખો અનુભવ હતો. તેણે કહ્યું, “સ્ક્રીન પર મારા ચહેરા પરથી વર્ષાે ગાયબ થતાં જોવું ખરેખર અદ્ભુત હતું. મેં અત્યાર સુધી અનેક પ્રકારનાં પાત્રો ભજવ્યાં છે, પરંતુ આ અનુભવ મારા માટે પહેલી વાર હતો. ફિલ્મમેકિંગ કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જોકે ટેન્કોલોજી માત્ર એક હદ સુધી જ મદદ કરી શકે છે. આખરે પાત્રની લાગણીઓ સાચી રીતે રજૂ કરવાની જવાબદારી અભિનેતાની જ હોય છે.”
વાયએફએક્સ સ્ટુડિયોઝના હેડ અને સુપરવાઇઝર શેરી ભાર્દાએ જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં પ્રથમ વખત એટલાં મોટા પાયે એઆઈ અને વીએફએક્સનું સંયોજન કરવામાં આવ્યું. તેણે જણાવ્યું, “આજના દર્શકો ઘણા જાગૃત છે, તેથી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ લગભગ અદૃશ્ય હોવા જોઈએ. બોબી દેઓલના શરૂઆતના સમય જેવાં લાઇટિંગ અને કેમેરા એંગલવાળા પૂરતા ફૂટેજ ઉપલબ્ધ નહોતા, જેના કારણે એઆઈને ટ્રેન કરવું વધુ પડકારજનક બન્યું.”શેરી ભાર્દાએ ઉમેર્યું, “ડી-એજિંગનો અર્થ માત્ર કોઈને યુવાન દેખાડવાનો નથી. સૌથી મહત્વનું છે અભિનેતાના અભિનય અને ભાવનાઓને સંપૂર્ણ રીતે જાળવી રાખવી, જેથી દર્શકોને ક્યાંય પણ કૃત્રિમતા અનુભવાય નહીં. આ પ્રોજેક્ટ વાયએફએક્સ માટે એક મહત્વનો માઇલસ્ટોન સાબિત થયો છે.”SS1
