Western Times News

Gujarati News

આવનાર વર્ષોમાં અમે પાંચ કરોડ જોબ ક્રિએટ કરીશું

નવી દિલ્હી, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ચૌપાલ કાર્યક્રમમાં કહ્યું કે જેવી રીતે અમે કોરોનાની લડાઇ લડી રહ્યા છીએ તેવી જ રીતે આર્થિક લડાઇ લડી રહ્યા છીએ. આ કારણે સરકારે આર્થિક પેકેજ જાહેર કર્યું છે. આપણે જલ્દી કોરોનાથી બહાર નીકળીશું, આપણું એક્સપોર્ટ વધશે અને દેશમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વધશે. ગડકરીએ કહ્યું કે સરકાર દ્વારા એક્સપોર્ટ વધારવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. જેનાથી દેશમાં ૫ કરોડ નોકરીઓની તક બનશે. આ અમારો લક્ષ્યાંક છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

ફેસબુક વિવાદ પર નીતિન ગડકરીએ કહ્યું કે રાહુલ ગાંધી દેશના એક જવાબદાર નેતા છે તેમણે કોઈના રિપોર્ટના હવાલાથી કોઈ વાત કરવી જોઈએ નહીં. તેમણે પોતે રિસર્ચ કરવું જોઈએ અને આ પછી જ કોઈ વાત બધાની સામે રાખવી જોઈએ. નીતિન ગડકરીએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તપાસ થઈ રહી છે.

મુંબઈ પોલીસે પોતાની તપાસ કરી છે, બાકી સીબીઆઈની પણ તપાસ થઈ રહી છે. તપાસ પુરી થયા સુધી આપણે તેના પર કોઈ નિવેદન ના કરવું જોઈએ. કોઇ રિપોર્ટ આવ્યા વગર આપણે તેના પર કોઈ પણ ટિપ્પણી ના કરવી જોઈએ.

કોરોના સંકટ પર બોલતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કોરોનાની લડાઇ દરમિયાન આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ઉદ્યોગ ક્ષેત્ર, પરિવહન વગેરેમાં નુકસાન થઈ રહ્યું છે પણ આ સંકટ વૈશ્વિક છે. આપણે જલ્દી તેમાંથી બહાર નીકળીશું અને આપણને કોરોના વેક્સીન મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.