આવી હરકત ૧૭ વર્ષના છોકરા કરે, હું ૪૫ વર્ષનો છું
મુંબઈ: ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયા બેસ્ટ ડાન્સરના સેટ પરથી નોરા ફતેહી અને ટેરેંસ લુઈસનો એક વીડિયો થોડા દિવસ પહેલા ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. વીડિયોમાં ટેરેંસ નોરાના પાછળના ભાગે સ્પર્શ કરી રહ્યો હોય તેવો હતો. જેના કારણે તે ખૂબ ખરાબ રીતે ટ્રોલ પણ થયો હતો. આ ઘટના બાદ ટેરેંસે નોરા સાથેની એક તસવીર શેર કરીને સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો, તો નોરાએ પણ કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે, વીડિયો મોર્ફ્ડ અને ફોટોશોપ કરેલો હતો. ટેરેંસે ફરી એકવાર વાયરલ વીડિયો અંગે પ્રતિક્રિયા આપી છે અને તેણે જણાવ્યું છે, વીડિયોના કારણે તે પરેશાન થયો નહોતો. એક વેબ પોર્ટલ સાથે વાત કરતાં કોરિયોગ્રાફરે કહ્યું હતું કે, ‘પ્રામાણિકતાથી કહું તો જ્યારે પહેલીવાર મેં આ વીડિયો જોયો તો હું વધારે પરેશાન નહોતો થયો.
વીડિયોમાં જે ઈફેક્ટ વાપરવામાં આવી હતી તે સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી. કોઈ પણ વ્યક્તિને તે સ્પષ્ટ દેખાઈ શકે છે. આજના સમયમાં દરેક સેલિબ્રિટી પર મીમ્સ બનાવવામાં આવે છે, મીમર આ બધુ કરી રહ્યા છે અને મને તેનાથી સહેજ પણ ફરક પડતો નથી. ઈન્સ્ટાગ્રામ પર મારા ૧.૫ મિલિયન ફોલોઅર્સ છે અને તેઓ ખૂબ સેન્સિબલ છે. મેં સોશિયલ મીડિયાની હંમેશા પોઝિટિવ સાઈડ જોઈ છે. કેટલાક લોકોએ જે ભાષાનો ઉપયોગ કર્યો હતો તે અપમાનજનક હતી. મારા ફેન્સે મને સપોર્ટ આપતા તેમની સાથે લડાઈ કરવાનું શરુ કરી દીધું.
તેથી મેં ઝેન માસ્ટરના મેસેજ સાથે પોસ્ટ શેર કરવાનું નક્કી કર્યું હતું. તેણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘નોરા સાથેના ઈન્ટિમેટ સીક્વન્સ કર્યા પછીના બે અઠવાડિયા બાદ હું શું કામ આવું કરું? અત્યારસુધીના જીવન દરમિયાન મને મહિલાઓ તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે. મને નોરા ફતેહી માટે માન છે. આવું બધું ૧૭ વર્ષના છોકરા કરે અને હું ૪૫ વર્ષનો છું. કોરિયોગ્રાફરે કહ્યું કે, ‘ઘણા લોકો એવા છે જેઓ પ્રોડ્યૂસરની સામે પોતાની ઓળખ ડાન્સર તરીકે આપતા નથી. નોરા પોતાને ડાન્સર તરીકે ઓળખાવે છે. આ મોટી બાબત છે. ડાન્સિંગ ક્રાફ્ટ છે અને સારા ડાન્સર બનવું અઘરું છે. અમે અમારા ક્રાફ્ટ માટે ઘણી મહેનત કરી છે. હું નોરા ફતેહીના સેન્ટિમેન્ટને જાણું છું.