આ અફવા છે, મારું કરિયર ખરાબ થઈ શકે : દિયા ર્મિજા
મુંબઈ: એનસીબીની તપાસ દરમિયાન ડ્રગ્સ ચેટના ખુલાસામાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ સામે આવ્યું છે. એવા સમાચાર આવ્યા હતા કે ડી નામની એક્ટ્રેસ પણ આમાં સામેલ છે. ઘણી જગ્યાએ એવો દાવો કરવામાં આવ્યો કે આ એક્ટ્રેસ દિયા મિર્ઝા છે. પણ, હવે એક્ટ્રેસ દિયા મિર્ઝાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.
દિયા મિર્ઝાએ મંગળવારે એક પછી એક કુલ ૩ ટિ્વટ કરી હતી. જેમાં દિયા મિર્ઝાએ જણાવ્યું કે આ સમાચાર ખોટા છે. આ પ્રકારના રિપોર્ટિંગની સીધી અસર મારી છબી પર પડે છે.
આ કારણે મારું કરિયર ખરાબ થઈ શકે છે. કરિયર બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. મેં મારા જીવનમાં ક્યારેય નાકરોટિક અથવા પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કોઈપણ સ્વરૂપે કર્યો નથી. ભારતીય નાગરિક હોવાથી જે કોઈ કાયદાકીય ઉપાય ઉપલબ્ધ છે તેનો હું ઉપયોગ કરી શકુ છું.
મારી સાથે ઊભા રહેનારા સમર્થકોનો આભાર. અહીં નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની સેલેબ્રિટી મેનેજર રહેલી જયા સાહાની એનસીબીએ પૂછપરછ કરી હતી. આ દરમિયાન જયાના ઘણાં જૂના ચેટ સામે આવ્યા હતા. આ ચેટના આધારે એનસીબીએ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ અને દ્ભઉછદ્ગ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના સીઈઓ ધ્રૂપ ચિટઘોપકરને પૂછપરછ માટે સમન મોકલ્યું હતું. બંનેની મંગળવારે પૂછપરછ થઈ હતી.
જયાની જે ચેટ સામે આવી તેમાં ડી અને કે નામના લોકો સાથે તેણે વાતચીત કરી હતી. એવું જણાવવામાં આવ્યું કે ડી કોઈ પ્રખ્યાત એક્ટ્રેસ છે તો આ વાત બાદ દિયા મિર્ઝાનું નામ આ સાથે ચર્ચામાં આવ્યું. સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ રિયા ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી કોર્ટે ૬ ઓક્ટોબર સુધી આગળ વધારી છે. એટલે કે ૧૪ દિવસથી જેલમાં રહેલી રિયા હજુ વધારે ૧૪ દિવસ ત્યાં રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે, રિયાની ૧૪ દિવસની કસ્ટડીનો આજે છેલ્લો દિવસ હતો. રિયા વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર રહી હતી અને બંને પક્ષ તરફથી દલીલો સાંભળ્યા બાદ ૬ ઓક્ટોબર સુધી કસ્ટડી આગળ વધારવામાં આવી છે. રિયા સિવાય તેના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂના સ્ટાફના સભ્યો દિપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાન્ડાને પણ ૬ ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે નાર્કોટિક્સ ક્રાઈમ બ્યૂરો સેશન્સ કોર્ટ સમક્ષ શૌવિક અને દિપેશ સાવંતની એક દિવસની પોલીસ કસ્ટડી માટે અરજી દાખલ કરી શકે છે.