આ નેતા સાથેની મુલાકાત બાદ સોનુ સૂદના ઘરે પડ્યા ઈન્કમ ટેક્સના દરોડા?
જ્યારથી કોરોના મહામારીની શરુઆત થઈ છે ત્યારથી બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ લોકોની મદદ કરી રહ્યો છે. પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવાથી લઈને લોકોને ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ પૂરા પાડવા સુધીની મદદ સોનુ સૂદે કરી હતી. સોનુ સૂદ લોકોનો મસીહા બની ગયા હતો.
આ દરમિયાન હવે ઈનકમ ટેક્સ વિભાગે સોનુ સૂદના ઘરે દરોડા પાડ્યા છે. સોનુ સૂદની પ્રોપર્ટીનો મુંબઈનો ઈનકમ ટેક્સ વિભાગ સર્વે કરી રહ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ઈનકમ ટેક્સ વિભાગે લગભગ ૬ સ્થળો પર સર્વે કર્યો છે. સોનુ સૂદ પર ટેક્સ ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આરોપ છે કે તેણે એક ડીલમાં ટેક્સ ચોરી કરી છે, જેમાં લખનઉની એક રિયલ એસ્ટેટ કંપની પણ શામેલ છે. આ કંપનીનો પણ ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. પીટીઆઈ અનુસાર, લખનઉની આ રિયલ એસ્ટેટ કંપની અને સોનુ સૂદની ફર્મ વચ્ચે એક લેન્ડ ડીલ થઈ છે, જેનો સર્વે ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
સોનુ સૂદ પર થયેલા ઈનકમ ટેક્સ વિભાગના આ સર્વેના રાજનીતિ સાથે જાેડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સોનુ સૂદ આમ આદમી પાર્ટીના સંસ્થાપક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યો હતો. અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત પછી અટકળો ચાલી રહી હતી કે સોનુ સૂદ રાજનીતિમાં પ્રવેશ કરશે.
કોરોના કાળમાં સોનુ સૂદે જે પ્રકારે લોકોની મદદ કરી, તેના પરથી પણ અટકલો ચાલી રહી હતી કે શક્ય છે કે સોનુને રાજનીતિમાં રસ હોય. જાે કે, સોનુ સૂદે આ અટકળોને ફગાવી હતી. તેણે આમ આદમી પાર્ટીમાં જાેડાવવાની વાતને પણ નકારી હતી.
જાે કે અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત પછી જ સોનુ સૂદ પર ઈનકમ ટેક્સ વિભાગના દરોડા શરુ થઈ ગયા હતા. સોનુ સૂદે આમ આદમી પાર્ટીમાં જાેડાવવાની વાત ચોક્કસપણે ફગાવી દીધી હતી પરંતુ જ્યારે ઈનકમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા તો અરવિંદ કેજરીવાલે સોનુ સૂદના સમર્થનમાં ટિ્વટ કરી હતી.
सच्चाई के रास्ते पर लाखों मुश्किलें आती हैं, लेकिन जीत हमेशा सच्चाई की ही होती है। @SonuSood जी के साथ भारत के उन लाखों परिवारों की दुआएं हैं जिन्हें मुश्किल घड़ी में सोनू जी का साथ मिला था। https://t.co/qsAyYvzkQP
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 15, 2021
કેજરીવાલે લખ્યું કે, સત્યના રસ્તામાં લાખો મુશ્કેલીઓ છે, પરંતુ અંતમાં સત્યની જીત થાય છે. સોનુજી સાથે ભારતના તે લાખો પરિવારોની દુઆ છે, જેમને મુશ્કેલીના સમયમાં સોનુજીનો સાથ મળ્યો હતો.