Western Times News

Gujarati News

NDDB દ્વારા આસામમાં ડેરી વિકાસનો રોડમેપ તૈયાર

આણંદ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ના ચેરમેન મીનેશ શાહે અસમના મુખ્યમંત્રી ડો.હેમંતા બિશ્વા સરમા સાથે ગુવાહાટીમાં મુલાકાત યોજી હતી અને આસામના ડેરી વિકાસનો રોડમેપ રજૂ કર્યાે હતો. આ બેઠકમાં અસમ સરકારના કૃષિ, બાગાયતી, પશુપાલન અને પશુચિકિત્સા, સરહદી વિસ્તારોના વિકાસ, અસમ એકોર્ડના અમલીકરણ અને સહકાર બાબતોના મંત્રી પણ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી પ્રોજેક્ટના સમયગાળાના અંત સુધીમાં પ્રતિ દિન ૧૦ લાખ લીટર દૂધનું હેન્ડલિંગ કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવાની સાથે અસમમાં આજીવિકાના સાધન તરીકે ડેરીઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ ઉત્સુક છે. ડો.સરમાએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે, ડેરીઉદ્યોગ સંબંધિત વિવિધ પહેલ વાણિજ્યિક રીતે વ્યવહારું અને રાજ્યના પશુપાલકો માટે પૂરતી લાભદાયી હોવી જાેઈએ.

એનડીડીબીના ચેરમેન મીનેશ શાહે જણાવ્યું હતું કે, આ યોજનામાં પ્રોસેસિંગના આંતરમાળખાં, ગ્રામ્ય સ્તરની સંસ્થાઓની રચના કરવાનો તથા દૂધ અને દૂધના ઉત્પાદનોનું માર્કેટિંગ કરવાનો સમાવેશ થાય છે. તેની સાથે-સાથે, આર્ટિફિશિયલ ઈન્સેમિનેશનના કવરેજને વધારી, સેક્સ સોર્ટેડ સીમેનનો ઉપયોગ કરી, ઊંચી ઉપજ ધરાવતા પશુઓનો સમાવેશ કરી,

વાછરડાંના ઉછેરનાં કાર્યક્રમો હાથ ધરી તથા આહાર અને ઘાસચારામાં હસ્તક્ષેપ કરીને દૂધાળા પશુઓની ઉત્પાદકતાને પણ વધારવામા આવશે. આ પ્રોજેક્ટનું અમલીકરણ અસમ સરકાર અને એનડીડીબી દ્વારા પ્રમોટ કરવામાં આવનારા સ્પેશિયલ પર્પઝ વ્હિકલ દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અસમ સરકારે એનડીડીબીને બંધ થવાને આરે આવી ગયેલા વેસ્ટ અસમ કોઓપરેટીવ મિલ્ક યુનિયનનું સંચાલન કરવાની વિનંતી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.