Western Times News

Gujarati News

બાયડ ખાતે કિસાન સભા આયોજીત ખેડુત આંદોલનમાં ૩૦ વધુ ખેડુતો, કાર્યકરોની અટકાયત

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે ગુજરાત કિસાન સભા અને સીઆઈટીયુ, એસ એફ આઈ અને સીપીએમ તથા જનવાદી મહિલા સંઘ ના સંયુકત ઉપક્રમે મોઘવારી તેમજ પેટ્રોલ ,ડીઝલ ,ગેસ, ખાધ તેલ,, ના અસહ્ય ભાવવધારા સામે તેમજ ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પાછા ખેંચવા ની માંગ તેમજ નવુ વિજળી બીલ પાછુ ખેંચી,

ચાર લેબર કોડ પાછા ખેંચો,,,ની માંગ સાથે બાયડ બસ સ્ટેશન વિસ્તારમાં ખેડુત આંદોલનનો કાર્યક્રમ તેમજ રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ રેલી સ્વરૂપે નીકળી આવેદનપત્ર આપવા જાય તે પહેલાં ૩૦ જેટલા કાર્યકર્તાઓની બાયડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી,,

આ રેલીમાં ગુજરાત કિસાન સભા ના પ્રમુખ ડાહ્યાભાઈ ગજેરા,,, મંત્રી,, પરસોતમ પરમાર,,, કિસાન સભાના અરાવલી જીલ્લાના પ્રમુખ ભલાભાઈ ખાંટ તેમજ સીપીએમ ના જિલ્લા મંત્રી ડી આર જાદવ,,, રાકેશ પરમાર,, એસ એફ આ ઈ ના નિતિશ, માનસી રાવલ,,, મહિલા સંઘ ના આર બી રાવલની આગેવાની માં આ રેલી કાઢવામાં આવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.