Western Times News

Gujarati News

સ્કીલ ઇન્ડિયા મિશનની પ્રગતિમાં ભારતીય રેલવેએ એક વિશાળ છલાંગ લગાવી.

શ્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (પીએમકેવીવાય) ના નેજા હેઠળ રેલ કૌશલ વિકાસ યોજના (આરકેવીવાય) નો શુભારંભ કર્યો.

રેલવે દેશભરમાં 75 રેલવે તાલીમ સંસ્થાઓ દ્વારા ઉદ્યોગ સંબંધિત કૌશલ્યોમાં પ્રવેશ સ્તરની તાલીમ આપશે.

આઝાદી ના અમૃત મહોત્સવના 75 વર્ષના ભાગરૂપે રેલવે તાલીમ સંસ્થાઓ દ્વારા ઉદ્યોગ સંબંધિત કૌશલ્યોમાં પ્રવેશ સ્તરની તાલીમ આપીને યુવાનોને સશક્ત બનાવવા માટે રેલ સંચાર,ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી કૌશલ વિકાશ યોજના (પી એમ કે વી વાય ) ના નેજા હેઠળ આજે રેલ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં રેલ કૌશલ વિકાશ યોજનાનો શુભારંભ કર્યો . આ અવસર પર રેલ્વે બૉર્ડ ના અધ્યક્ષ તથા મુખ્ય કાર્યકારી અધિક્ષક શ્રી સુનીત શર્મા તથા રેલ્વેના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

આ અવસર પર શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ એક શુભ દિવસ છે,કારણ કે વિશ્વકર્મા જયંતી આખા દેશમાં મનાવવામાં આવી રહી છે. તેમણે પ્રધાનમંત્રીજીને જન્મદિવસની શુભેછાઓ પણ આપી. શ્રી વૈષ્ણવે પ્રધાનમંત્રીને તેમના જન્મદિવસ પર રેલ્વે તરફથી ઉપહારના રૂપે રેલ કૌશલવિકાશ યોજનાને સમર્પિત કરી.

કૌશલ વિકાશ નું સ્વપ્ન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રં મોદીનું અભિન્ન અંગ છે. અને રેલ કૌશલ વિકાશ યોજનાની હેઠળ 50,00 યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે. આ શરૂઆત નો ઉદ્દેશ્ય ગુણકારી સુધાર લાવવા માટે યુવાનોને વિભિન્ન ટ્રેંડોમાં તાલીમ કુશળતા પુરી પાડવાની છે

તેઓએ આ વાત પર પણ ભાર મૂક્યો કે રેલ કૌશલ વિકાશ યોજનાની હેઠળ દૂર સુધીના ક્ષેત્રો માં તાલીમ આપવામાં આવે. તેઓએ ભાર પૂર્વક કહ્યું કે યુવાનોએ તાલીમ પ્રક્રિયાનો લાભ લેવો જોઈએ . ત્રણ વર્ષ ના સમયમાં ઉમેદવારોને તાલીમ પ્રદાન કરવામાં આવશે.શરૂઆતમાં 1,000 ઉમેદવારોને તાલીમ પ્રણામ કરવામાં આવશે.

તાલીમ ચાર ટ્રેડોમાં પ્રદાન કરવામાં આવશે એટલેકે ઈલેક્ટ્રીશિયન,વેલ્ડર,મશીનીસ્ટ અને ફીટર તથા એમાં 100 કલાકની શરૂઆતી મૂળભૂત તાલીમ સામેલ રહેશે. પ્રાદેશિક માંગણીઓ અને જરૂરિયાતો ના અવલોકનના આધાર પર પ્રાદેશિક રેલ્વે અને ઉત્પાદન ઉદ્યોગો દ્વારા અન્ય ટ્રેંડોમાં તાલીમ કાર્યક્રમ જોડવામાં આવશે.તાલીમ વિના મુલ્યે પ્રદાન કરવામાં આવશે

અને પ્રતિસ્પર્ધીઓની પસંદગી મેટ્રિકમાં અકડાઓના આધાર પર એક પારદર્શક તંત્રને અનુસરીને ઓનલાઇન પ્રાપ્ત કરવામાં આવેલ આવેદનો માંથી કરવામાં આવશે. 10મી પાસ અને 18-35 વર્ષ વચ્ચેના ઉમ્મેદવારો આવેદન કરવા પાત્ર રહેશે.જોકે આ તાલીમના આધાર પર યોજનામાં ભાગ લેનારા રેલ્વેમાં રોજગારી મેળવવા માટે કોઈ પણ પ્રકારે દાવેદાર નહિ રહે.

આ યોજના માટે નોડલ પીયુ-બનારસ લોકોમોટિવ વર્કસ દ્વારા કાર્યક્રમના પાઠ્યક્રમ વિકસિત કરવામાં આવ્યા છે જે મૂલ્યાંકનને પ્રમાણિત કરશે અને પ્રતિસ્પર્ધીઓના કેન્દ્રીય ડેટા બેઝ ને જાળવશે.આ યોજના શરૂઆતમાં 1000 પ્રતિસ્પર્ધીઓ માટે શરૂ કરવામાં આવી રહી છે,

જે એપ્રેન્ટિસ અધિનિયમ 1961 ના હેઠળ તાલીમાર્થીઓને પ્રદાન કરવામાં આવનાર તાલીમથી વધારે હશે . સૂચિત કાર્યક્રમો આવેદન આમંત્રિત કરનારી સૂચના,પસંદ કરવામાં આવેલ ઉમેદવારોની યાદી, પસંદગીનું પરિણામ, અંતિમ મૂલ્યાંકન, વાંચન સામગ્રી અને અન્ય વર્ણનના વિષયમાં માહિતીના એક સ્ત્રોત તરીકે એક નોડલ વેબસાઈડ વિક્સિત કરવામાં આવી રહી છે. વર્તમાનમાં ઉમેદવાર પ્રથમ તબક્કામાં સ્થાનીય રૂપથી જારી વિજ્ઞાપનના જવાબમાં આવેદન કરી શકે છે.

ઓનલાઇન આવેદન દાખલ કરવા માટે ટૂંક સમયમાં કેન્દ્રીયકૃત વેબસાઈટ શરૂ કરવામાં આવશે. તાલીમાર્થીઓને એક પ્રમાણિત મૂલ્યાંકનથી પસાર થાઉં પડશે અને તેમના કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થા દ્વારા ફાળવેલ વ્યાપારમાં પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવશે.

તેઓને તેમના વ્યાપારના માટે યથાઉચિત ટૂલકિટ પણ પ્રદાન કરવામાં આવશે,જેનાથી આ તાલીમાર્થીઓને પોતાની શિક્ષાના ઉપયોગ માટે અને સ્વરોજગારની સાથે -સાથે વિભિન્ન ઉદ્યોગોમાં રોજગારની ક્ષમતા વધારવા માં મદદ મળશે. આખા દેશમાં યુવાનોને તેમાં સામેલ કરવા માટે,ઉપરોક્ત ટ્રેંડો માં તાલીમ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય થી દેશભરમાં ફેલાયેલા 75 રેલ્વે તાલીમાર્થી સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે.

આ યોજના ના તો ફક્ત યુવાનોની રોજગાર ક્ષમતામાં સુધારો લાવશે પરંતુ સ્વરોજગારીના કૌશલ્ય ને પણ ઉજળું કરશે. સાથે જ, ફરીથી કૌશલ્ય અને અપ-સ્કીલિંગના માધ્યમથી કોન્ટ્રાક્ટરોની સાથે કામ કરવા વાળા લોકોના કૌશલ્યમાં પણ સુહારો થશે જેનાથી સ્કિલ ઇન્ડિયા મિશનમાં યોગદાન મળશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.