ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે 1,000 કરોડના NCDના પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Indiabulls1.jpg)
ટ્રેન્ચ 1 ઇશ્યૂને ક્રિસિલ રેટિંગ્સ લિમટેડ દ્વારા ‘ક્રિસિલ AA/Stable (ડબલ A: સ્ટેબ્લ)’ અને બ્રિકવર્ક્સ રેટિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા BWR AA+/Negative (ડબલ A પ્લસ/નેગેટિવ) રેટિંગ મળ્યું છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Mr.-Gagan-Banga-VC-MD-Indiabulls-Housing-Finance.jpeg)
અમદાવાદ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયમન થતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ સીક્યોર્ડ અને/અથવા અનસીક્યોર્ડ, રીડિમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો પબ્લિક ઇશ્યૂ જાહેર કર્યો છે, જે દરેકની ફેસ વેલ્યુ RS. 1,000 છે. ટ્રેન્ચ 1 ઇશ્યૂ 06 સપ્ટેમ્બર, 2021ના રોજ ખુલશે અને 20 સપ્ટેમ્બર, 2021ના રોજ બંધ થશે.
ટ્રેન્ચ 1 ઇશ્યૂની બેઝ ઇશ્યૂ સાઇઝ RS. 200 કરોડ છે, જેમાં ગ્રીન શૂ ઓપ્શન RS. 800 કરોડનો છે, જેથી કુલ સાઇઝ RS. 1,000 કરોડ થાય છે (“ટ્રેન્ચ 1 ઇશ્યૂ”). ટ્રેન્ચ 1 ઇશ્યૂ વાર્ષિક 8.05 ટકાથી 9.75 ટકાના કૂપન રેટની રેન્જ સાથે સબસ્ક્રિપ્શન માટે વિવિધ વિકલ્પો ઓફર કરશે. એનસીડીની આ 10 સીરિઝ ફિક્સ્ડ કૂપન ધરાવે છે અને વાર્ષિક, માસિક અને સંચિત વિકલ્પ સાથે 24 મહિના, 36 મહિના, 60 મહિના અને 87 મહિનાની મુદ્દત ધરાવે છે.
એનસીડી બીએસઈ અને એનએસઈ (સંયુક્તપણે “સ્ટોક એક્સચેન્જીસ”) પર લિસ્ટેડ થશે, જેમાં બીએસઈ ઇશ્યૂ માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે. એનસીડીને ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ દ્વારા ક્રિસિલ AA/સ્ટેબ્લ અને બ્રિકવર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા BWR AA+ / નેગેટિવ રેટિંગ મળ્યું છે.
સૂચિત ઇશ્યૂમાં કેટેગરી 3 (એચએનઆઈ) અને કેટેગરી 4 (રિટેલ) રોકાણકારો માટે વધારે મહત્તમ 0.25 ટકાનું ઇન્સેન્ટિવ ઓફર થશે, જેઓ કંપની અને/અથવા એની પેટાકંપનીઓ, જે લાગુ પડે એ, NCD(s)/બોન્ડ(બોન્ડ્સ) ધારકો પણ છે, અને/અથવા ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના ઇક્વિટી શેરધારક(કો) છે, જે લાગુ પડે છે, ફાળવણીની નિર્ધારિત તારીખે.
ઇશ્યૂના લીડ મેનેજર્સ એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, આઈઆઈએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે.
આ ટ્રેન્ચ 1 ઇશ્યૂ દ્વારા ઊભા થયેલા ફંડના ઓછામાં ઓછા 75 ટકા હિસ્સાનો ઉપયોગ આગળ જતાં ધિરાણ, ફાઇનાન્સિંગ તથા કંપનીના હાલ ઋણની મુદ્દત અને વ્યાજની પુનઃચુકવણી માટે થશે તથા બાકીના ભંડોળનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે થશે, જે ટ્રેન્ચ 1 ઇશ્યૂમાં ઊભા થયેલા ફંડના મહત્તમ 25 ટકાના વપરાશને આધિન છે. અનસીક્યોર્ડ એનસીડી સબઓર્ડિનેટેડ ડેટ છે અને ટિઅર 2 મૂડી માટે લાયક હશે.
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (આઈબીએચએફએલ) ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (એચએફસી) પૈકીની એક છે, જેનું નિયમન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા થાય છે. આઈબીએચએફએલને ક્રિસિલ, આઈસીઆરએ અને કેર રેટિંગ્સ સહિત અગ્રણી રેટિંગ એજન્સીઓ દ્વારા ‘AA’ રેટિંગ મળ્યું છે તથા બ્રિકવર્ક રેટિંગ્સ દ્વારા ‘AA+’ રેટિંગ મળ્યું છે.
કંપની વ્યક્તિઓને મોર્ગેજ સાથે હાઉસિંગ લોન અને લઘુ વ્યવસાયના માલિકો અને એમએસએમઈને મોર્ગેજ સાથે બિઝનેસ લોન ઓફર કરે છે તથા 30 જૂન, 2021 સુધી 1 મિલિયનથી વધારે સંતુષ્ટ ગ્રાહકો સાથે RS. 79,213 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ ધરાવે છે.
*વધારે જાણકારી મેળવવા માટે 1 સપ્ટેમ્બર, 2021ના રોજ ટ્રેન્ચ 1 પ્રોસ્પેક્ટસના પેજ 78 પર અમારા સેક્શન “ઇશ્યૂ રિલેટેડ ઇન્ફોર્મેશન” જુઓ. ડેટ સીક્યોરિટીઝના પબ્લિક ઇશ્યૂમાં ફાળવણી સ્ટોક એક્સચેન્જની ઇલેક્ટ્રોનિક બુકમાં દરેક અરજી અપલોડ થયાની તારીખના આધારે થશે. જોકે ઓવરસબસ્ક્રિપ્શનની તારીખે ફાળવણી સપ્રમાણ આધારે અરજદારોને થશે.
**ટ્રેન્ચ 1 ઇશ્યૂ ઉપર જણાવેલા સમયગાળા દરમિયાન સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી (ભારતીય પ્રમાણભૂત સમય) સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે, સિવાય કે ઇશ્યૂ આ અગાઉની તારીખ બંધ થાય કે લંબાયેલી તારીખે બંધ થાય તો, જેનો નિર્ણય અમારી કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કે બોન્ડ ઇશ્યૂ કમિટી લઈ શકે છે, જે પ્રસ્તુત મંજૂરીઓને આધિન છે.
ઇશ્યૂ વહેલાસર બંધ કરવાના કે લંબાવવાના કેસમાં અમારી કંપની સુનિશ્ચિત કરશે કે આ માટેની નોટિસ ટ્રેન્ચ 1 ઇશ્યૂ અગાઉની કે શરૂ થયાની તારીખે કે એ અગાઉ બહોળું સર્ક્યુલેશન ધરાવતા દૈનિક રાષ્ટ્રીય અખબારમાં જાહેરાત મારફતે સંભવિત રોકાણકારોને પ્રદાન કરવામાં આવશે.
ટ્રેન્ચ 1 ઇશ્યૂ બંધ કરવાની તારીખ પર અરજીના ફોર્મ સવારે 10થી બપોરના 3 સુધી જ સ્વીકારવામાં આવશે (ભારતીય પ્રમાણભૂત સમય) અને 5 વાગ્યા સુધી અપલોડ કરી શકાશે અથવા સ્ટોક એક્સચેન્જ દ્વારા મંજૂર લંબાયેલા સમય સુધી. વધારે જાણકારી મેળવવા માટે કૃપા કરીને ટ્રેન્ચ 1 પ્રોસ્પેક્ટ્સના પેજ 79 પર અમારા સેક્શન “ઇશ્યૂ રિલેટેડ ઇન્ફોર્મેશન” જુઓ.
અહીં ઉપયોગ થયેલા મૂડીકૃત થયેલા અને પરિભાષિત ન કરેલા શબ્દોનો અર્થ 1 સપ્ટેમ્બર, 2021ના રોજ રજૂ થયેલા શેલ્ફ પ્રોસ્પેક્ટ્સ અને 1 સપ્ટેમ્બર, 2021ના રોજ ટ્રેન્ચ 1 પ્રોસ્પેક્ટ્સમાં આ પ્રકારના શબ્દોના અર્થ મુજબ રહેશે.