Western Times News

Gujarati News

સ્પાર્ક મિન્દાએ ઇવીક્યુપોઇન્ટ સોલ્યુશન્સમાં 26 ટકા હિસ્સો ખરીદશે

ઇવી માટે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત, મેડ ઇન ઇન્ડિયા બેટરી ચાર્જિંગ સોલ્યુશન્સ પોર્ટફોલિયો વિકસાવવા માટે જોડાણ કર્યું

ગુરુગ્રામ, મિન્દા કોર્પોરેશન લિમિટેડ (એમસીએલ)એ એની 100 ટકા માલિકીની પેટાકંપની સ્પાર્ક મિન્દા ગ્રીન મોબિલિટી સોલ્યુશન્સ મારફતે ચાર્જિંગ સોલ્યુશન્સ સ્ટાર્ટઅપ ઇવીક્યુપોઇન્ટમાં 26 ટકા હિસ્સો ખરીદવા માટે સમજૂતી કરી છે. Spark Minda Group enters into a strategic partnership with EVQPOINT Solutions to grow EV footprint

આ રોકાણથી સ્પાર્ક મિન્દા ગ્રૂપ બેટરી ચાર્જર્સ અને ઇવી સપ્લાય ઇક્વિપમેન્ટ માટે ઇવીક્યુપોઇન્ટની એક્સક્લૂઝિવ ટેકનોલોજી અને ઉત્પાદન પાર્ટનર બની જશે. આ વ્યૂહાત્મક ભાગીદારી સ્પાર્ક મિન્દાને ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ પરિવર્તનનો લાભ લેવાની પોઝિશનમાં મૂકશે અને ફાસ્ટ ચાર્જિંગ ખાસિયત સહિત ઇવી માટે સંપૂર્ણ ચાર્જિંગ સોલ્યુશન્સ માટે વન સ્ટોપ શોપ તરીકેની એની પોઝિશનને મજબૂત કરશે.

મિન્દા કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આકાશ મિન્દાએ કહ્યું હતું કે, “મિન્દા ગ્રૂપ પર્યાવરણને અનુકૂળ વૃદ્ધિ માટે નવી ટેકનોલોજીઓમાં રોકાણ કરે છે.

ઇવીક્યુપોઇન્ટ સાથે અમારું જોડાણ ગ્રૂપના ઇવી સપ્લાય ઇક્વિપમેન્ટ (ઇવીએસઇ) પોર્ટફોલિયોને મજબૂત કરશે તથા 250 Wથી 6.6 KWની રેન્જમાં ઓનબોર્ડ અને ઓફબોર્ડ એમ બંને કન્ફિગરેશન માટે બેટરી ચાર્જર્સ ઓફર કરશે તેમજ આગળ જતાં રેન્જ વધારવા રોડમેપ તૈયાર કરશે.

ગ્રૂપ ભવિષ્ય માટે સજ્જ ઉત્પાદન રેન્જ, ટેકનોલોજીઓ અને સોલ્યુશન્સ વિકસાવીને સંપૂર્ણ ઇવી મૂલ્ય સાંકળ માટે ક્ષમતા ઊભી કરવાનું જાળવી રાખશે, જેથી ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી સ્પેસમાં બહોળી તકનો લાભ લઈ શકાય.”

ઇવીક્યુપોઇન્ટના સીઇઓ અને સહ-સ્થાપક લતિફ અમીર બાબુએ કહ્યું હતું કે, “અમને અગ્રણી ભારતીય ટિઅર-1 ઓટોમોટિવ પાર્ટ્સ બ્રાન્ડ સ્પાર્ક મિન્દા સાથે જોડાણ કરવાની ખુશી છે. વર્ષોથી સ્પાર્ક મિન્દાએ દેશભરમાં ઓઇએમને ગુણવત્તાયુક્ત ટેકનોલોજી અને સોલ્યુશન પ્રદાન તરીકે પોતાને સ્થાપિત કરી છે. હવે આ જોડાણ સાથે અમે ઝડપથી વિકસતી ઇવી ચાર્જિંગ ઇકોસિસ્ટમમાં લીડરશિપ પોઝિશન ધારણ કરવા પાયો નાંખ્યો છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.