ઈંગ્લેન્ડ ભારતમાં રમવા સ્ટ્રટેજી તૈયાર કરી રહ્યું છે
ચેન્નાઈ: ડાબા હાથના સ્પિનર મોન્ટી પાનેસરને પોતાની સામાન્ય ગતિ કરતા ઝડપી બોલ નાખવાથી ફાયદો થયો હતો, પરંતુ ચાર મેચની સીરિઝ માટે અહીં પહેલી વખત આવેલા જેક લીચનું માનવું છે કે વિરોધી માટે એ પ્લાન લગભગ યોગ્ય નહીં રહે. પાનેસર અને ગ્રીમ સ્વાનની સ્પિન બોલિંગની જાેડી ૨૦૧૨ની ટેસ્ટ સીરિઝમાં બોલિંગમાં પરિવર્તન કરીને યાદગાર જીત અપાવી હતી.
લીચે ટીમના ૬ દિવસના કોરન્ટાઈન ખતમ થયા બાદ કહ્યું કે પોતાના મજબૂત પક્ષ સાથે બોલિંગ કરશે. ચાર મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ શુક્રવારે રમાવાની છે. ઈંગ્લેન્ડ માટે ૧૨ ટેસ્ટ રમનારા બોલરે કહ્યું, મોન્ટી અને સ્વાન બે એવા બોલર છે જેમને હું જાેવાનું પસંદ કરું છું. હું સ્પિનરના ઘણાં વીડિયો જાેઉં છું અને તેમાંથી શીખવાની કોશિશ કરું છું.
મોન્ટીએ ભારતમાં ઝડપી બોલિંગ કરી અને સ્પિનર માટે મદદરુપ પીચ પર તે મુશ્કેલ સાબિત થઈ શકે છે.
આગળ એમ પણ કહ્યું કે, “હું કદાચ એટલી ઝડપી બોલિંગ નહીં કરું. મહત્વનું એ છે કે બેટ્સમેન પાસે બોલ કઈ રીતે પહોંચશે.
આવામાં ઘણાં એવા સફળ બોલર છે જેમણે મોન્ટી જેટલી ગતિથી બોલિંગ નથી કરી.” ભારતમાં અન્ય દેશના સ્પિનરો માટે સ્થિતિ પડકારજનક રહેતી હોય છે, પરંતુ લીચ તેના માટે તૈયાર છે. લીચ કહે છે કે, તેઓ માને છે કે તેમની (ભારત) ટીમ શાનદાર છે અને ઓસ્ટ્રેલિયામાં જબરજસ્ત જીત મેળવીને આવ્યા છે.
મને લાગે છે કે અમારી પાસે ભારતમા સર્વશ્રેષ્ઠ ટીમ સામે પોતાને પરખવાની સારી તક છે, હું પહેલીવાર ભારત આવ્યો છું. આ ૨૯ વર્ષના સ્પીનરે કહ્યું આવી જગ્યાઓ પર આવવું આપનું સપનું હોય છે. મહત્વનું છે કે આ ખાસ તક છે, હું આનો આનંદ ઉઠાવવા માગું છું.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ સામે રમવા માટે ઘણી સ્ટ્રેટેજી બનાવવામાં આવી હતી. જેમાં ઓસ્ટ્રેલિયા સફળ પણ થયું પરંતુ પ્રવાસ જેમ જેમ આગળ વધતો ગયો તેમ-તેમ ભારતીય ટીમ વધારે પરિપક્વ અને સ્પેશિયલ સ્ટ્રેટેજી સાથે આગળ વધતી દેખાઈ અને ટેસ્ટ સીરિઝ ૨-૧થી જીતીને જબરજસ્ત સફલતા હાંસલ કરી હતી. હવે જાેવાનું છે કે ઈંગ્લેન્ડ ભારતમાં કમાલ કરે છે કે પછી ઓસ્ટ્રેલિયા સામે મેળવેલી સફળતાને ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પણ યથાવત રાખી શકશે.